Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૧૩૬ ?
: શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતરત્ન શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન
આધ્યાત્મિક વિકાસ એ જગતમાં એટલું બધું ગહન કામ છે, કે—કેટલાયે ભવાંતરો થાય, ત્યારે થોડેક જ આધ્યાત્મિક વિકાસ થાય છે. એટલે સ્વભાવઃ રહેણી-કરણી વિગેરે બધા જીવોના એક જ ભવમાં એટલા બધા બદલી ન જ જાય. પરંતુ ભવાન્તરમાં કમે ક્રમે તેનું પરિણામ જણાય, અને એમ કમે કમે ઉત્તરોત્તર પરિણામ વધતું જાય છે ' છતાં આજે નિંદા કરવામાં આવે છે કે “ગમે તેટલી ક્રિયા કરવા છતાં ઘણાના સ્વભાવો ઘણા વિચિત્ર હોય છે.” એ વાતમાં કંઈક સમજ-ફેર પણ છે. સ્વભાવની
વિચિત્રતા તે દુન્યવી અને વ્યાવહારિક કર્તવ્યની જવાબદારીને આભારી પણ હોય છે. કઈ જવાબદારી ઉપાડવામાં ન આવે, અને શાંતિ રાખવામાં આવે તે તે શાંતિની કિંમત શી ?
કરી આજની વકિલાતઃ કે ડોકટરી કરનારમાં શાંતિ વધારે દેખાય, તેમાં નવાઈ શી? કેમકે-જવાબદારી જ ઓછી હોય છે, મહીને થાય કે બાંધેલ પગાર અને ઠરેલા ચાર્જ લઈ લેવાના હોય છે.
પરંતુ વેપારની જવાબદારી ઉપાડનારને શંતિ રહેવી મુશ્કેલ હોય છે. કેમકે તેના માથે જવાબદારીને ભાર પહાડ જેટલો હોય છે. છતાં તે શાંતિ રાખે, તેમાં ઘણી બહાદુરી ગણાય છે. માટે ક્રિયા કરનાર અને જવાબદારીવાળી વ્યક્તિના સ્વભાવની વિચિત્રતાના દાખલા તદ્દન ખોટા છે.
આવા અણઘટતા એકદેશી દાખલા આપીને ઘણું ક્રિયાની વિરૂદ્ધ પ્રચાર કાર્ય કરે છે. પરંતુ તે ઉપેક્ષા કરવા લાયક છે. તેવી અર્ધદગ્ધ વાત સાંભળવી ન જોઈએ. - આજે સમજીને કરવાની વાત પણ ક્રિયાથી વંચિત રાખવા માટે જ થાય છે. આપણે શાસનના સભ્યોએ ક્રિયા કરવી, અને સાથે સમજવું. દવા ખાવી ને સાથે સમજાય તેટલું સમજવું, પણ દવાના પ્રયોગથી રોગ મટાડવે. સમજીને દવા ખાવા જઈએ, તો સમજતાં જ આયુષ્ય પૂરું થાય.
-પં. શ્રી પ્ર. એ. પારેખ
_િMeeeSeeS@308
પર
શાહ શિવલાલ ભુદરભાઈ 1
સપરિવાર ૧ વધમાનનગર, રાજકોટ