Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
3 ભારતીય સંસ્કૃતિની જતન
છે.
તાલીza III
એક જૈન સાધુ એક ખુણામાં બેસીને જે ધાર્મિક ક્રિયા કરે, તેની અસર આખા જગતુ ઉપર કલ્યાણની થાય છે. તેની એ ક્રિયાથી તેના આત્મામાં પવિત્રતા વધે છે. લાયક માણસે તેને ટેકો આપે છે. અને તેની અસર સામાન્ય જનસમાજ ઉપર પડે છે. જેથી પાપી માણસે પાપ કરતાં સંકેચાય છેઃ પાપ દૂર રહે છેઃ જુલમ દૂર રહે છે. એ સર્વ એ ક્રિયાને પ્રતાપ હોય છે. પ્રત્યક્ષ સેવા કરતાં માનસિક, અને તે કરતાં આધ્યાત્મિક સેવા તીવ્ર હોય છે. આ દેશની પ્રજા હજુ પિતાનું વ્યકિતત્વ જાળવી રહેલ છે. તેનું પણ મુખ્ય કેન્દ્રભૂત કારણ આ જ છે. નહીંતર અમેરીકાની મૂળ પ્રજાના મોટા ભાગને નાશ કરીને ગોરી પ્રજા એ પ્રદેશમાં સંસ્થાનિક સ્વરાજય ભોગવે છે. તે પ્રમાણે અહીં પણ ક્યારની સંસ્થાનિક સ્વરાજ્ય ભગવતી હેત. પરંતુ હજી તે સ્થિતિ કુર છે. જો કે તે સ્થિતિ લાવવા માટે કોગ્રેસ ઉભી કરીને તે મારફત ગેરી પ્રજાના તમામ મુત્સદ્દીઓ તે સંસ્થાનિક સ્વરાજયની સ્થાપના કરવાની ક્રિયાઓ કરી, કરાવી રહ્યા છે. “મોતને વળગે એટલે તાવ આવે.” કેગ્રેસ મારફત સંપૂર્ણ સ્વરાજય માટે હીલચાલ ઉપડાવે. અને અહિંસક [પરિણામે મહાહિંસક] લડાયક બળ-માનસિક વિચારમાં પરિવર્તન–અજમાવે, એટલે પરિણામે વચલે માર્ગે સંસ્થાનિક સ્વરાજ્ય પ્રજાને ગળે વળગાડી શકાય.
તે કાર્યમાં તેઓને અહીં ચાલતી-દરેક ધર્મોવાળાઓની ક્રિયાઓની અસર મારફત ટકી રહેતી અહીંની સંસ્કૃતિ નડે છે, તે હઠાવવા આ દેશમાંના લોકેની કેટલીક સંકુચિતતાને નાશ કરેઃ ધર્મ કરતાં રાષ્ટ્રધર્મ મુખ્ય છેઃ વક ઈઝ વશીપ [પ્રાર્થનામાં વખત ગાળવાને બદલે કામ ધંધા કરો. ધર્મગુરુઓ નવરા બેસી રહે છે. સેવાનું કામ કરે.” વિગેરે હિલચાલમાં ધાર્મિક ક્રિયાઓને ગર્ભિત વિરોધ છે. [આજના દેશનેતાએ કોઈ પણ ધર્મની સઢ ક્રિયા નથી કરતા હતા. કેમકે તેમને કોઈપણ એક ધર્મ નથી.
અર્થાત્ એકેય ધર્મમાં તેઓ નથી. કોઈવાર ચાંદલા કરાવે છે, અને ચોખા ચડાવે છે, જ તે તે પિતાના કાર્યની જાહેરાત માટે અને લોકપ્રિયતા મેળવવા માટે હોય છે.] એવી
એવી વાત કરાવીને અહીંની પ્રજાને પોતાને ખરે માર્ગેથી ચલિત કરવા જ પ્રયાસે થઈ રહ્યા છે. “રૂઢિ ચુસ્ત લેકે પ્રણાલીકાના પત્થરને જળ માફક ચોંટી રહેલા છે. તેમાંથી પ્રજાને છોડાવવા યુવકોએ યા હોમ કરીને ક્રાંતિ કરવી જોઈએ.” [ક્રાંતિનો ઉપદેશ, પ્રણાલીકાવાદનું નામ આપીને અહીંની સંસ્કૃતિ સામે જ ક્રાંતિના ઉપયોગ માટે છે. કેટલાક યુવકે બિચારા અજ્ઞાન હોવાથી આમ હથીયાર બની જાય છે.] વિગેરે આકરા અને નિંદાના શબ્દો કહીને તથા દેશસેવા માટે પ્રાણ આપવાની તૈયારીના લલચામણું શબ્દો કહીને મૂળ રસ્તેથી પ્રજાને ભ્રષ્ટ કરાવાના અનેક પ્રયાસ ચાલે છે છતાં પ્રજાને
III IIGI>a IIING