Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 178
________________ TE JEREZETETA ૧૭૦ : ? પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) , તથા પુસ્તક મંગાવવા માટેની વ્યવસ્થા સરળ બનશે ઘર બેઠા શ્રુતજ્ઞાનને ઘણે લાભ મેળવી શકાશે. (૪) શ્રુતજ્ઞાન ભવન મુલાકાતી સન્માન વિભાગ–વિશ્વમાં અદ્વિતીય દર્શન નીય બનનાર આ શ્રુતજ્ઞાન ભવનની મુલાકાત દેશ પરદેશના પુષ્કળ ભાવિકે લેશે. આ યોજનાનું મૂળ શ્રુતજ્ઞાન પ્રચારનું છે. જેથી આવેલા મુલાકાતી ભાવિકોનું વિવિધ સાહિત્ય અર્પણ કરવા સાથે તેમનું સન્માન કરવામાં આવશે જેથી તેઓ જ્યાંથી આવેલા હોય ત્યાં આ શ્રુતજ્ઞાન સાહિત્ય લઈ જાય આવું સાહિત્ય વ્યવસ્થિત ગોઠવાશે અને મુલાકાતીઓ જોઈને ઉપયોગમાં આવે તેવું જ પસંદ કરશે તે સાહિત્ય લેજના મુજબ ભેટ આપવામાં આવશે. (૫) જૈન આગમ દર્શન વિભાગ–આ વિભાગમાં જૈન શાસનને અર્ક અને સાર કહી શકાય તે ૪૫ આગમને દર્શનીય પવિત્ર સંગ્રહ રહેશે. જેના દર્શન આદિથી અને તેની સમજ મેળવીને ભાવિકો શ્રુતજ્ઞાનની મહાનતા પવિત્રતા અને કલ્યાણકારિતા જાણી ધન્ય બનશે. જૈન આગમ નિર્યુક્તિ ભાગ્ય ચૂર્ણિ ટીકા વિ. માહિતી મેળવી શકશે. (૬) હસ્તલિખિત જૈન સાહિત્ય વિભાગ–જૈન શાસનમાં પરંપરાથી જે શ્રુતજ્ઞાન ટકી રહ્યું છે તેમાં આ હસ્તલિખિત સાહિત્ય પ્રાણ છે. આ સાહિત્ય અમૂલ્ય બહુમુલ્ય છે. આ વિભાગમાં તે સાહિત્યનું રક્ષણ ઉપયોગ વિગેરે વ્યવસ્થા થશે તથા જ્યાં જ્યાં હસ્તલિખિત ભંડાર અવ્યવસ્થ, અરક્ષિત જેમતેમ હોય તે તે ભંડાર તથા સાહિત્ય આ વિભાગમાં સંગ્રહિત થશે. તે ભંડાર જેમના હશે તેમના નામથી રહેશે. તેને સુરક્ષિત કરી તેને સારો ઉપયોગ અને રક્ષણ તથા વૃદ્ધિ થાય તે જાતના પ્રયનો આ વિભાગમાં થશે. (૭) પૂ. ગુરૂદેવ અમૃત સ. મ. સ્મૃતિ વિભાગ–આ વિભાગમાં પરમ ઉપકારી આ કૃતસાહિત્ય પ્રદેશમાં લાવવા માટે અનુમતિ આશીર્વાદ દાતા તથા હાલાર દેશના ઉદઘાર તથા જૈન શાસનના પ્રભાવક અને રક્ષક પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના જીવન કવન અને સાહિત્ય આદિને આશ્રીને વિવિધ સામગ્રી : આદિ અત્રે સ્મૃતિ રૂપે સંગ્રહિત થશે. જેથી તેઓશ્રીનું મહાન જીવન અને મહાન ઉપકારો જાણીને પુણ્યાત્માઓ ધન્ય બની સુકૃતના સહભાગી બની શકશે. (૮) શ્રી મહાવીર શાસન વિભાગ–આ વિભાગ દ્વારા જૈન સાહિત્ય, જૈન સમાચાર આદિને વિશ્વમાં પ્રચાર થશે. તથા સંસ્થા દ્વારા કરવાના વિશિષ્ટ કાર્યોમાં સરળતા પેદા થશે. આ વિભાગ દ્વારા શ્રુતજ્ઞાનની ચેજનાને વિસ્તૃત રીતે પ્રચાર પ્રસારી શકાશે,

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206