Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
કાન્ગ્રેસ સંસ્થાનું સાચું સ્વરૂપ
—પ’. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ નટુ- બાપુજી ! આ બધા કોન્ગ્રેસ કેન્ગ્રેસ કરે છે તે શુ છે? બાપુજી- નટુ ! આ દેશની ઉન્નતિ કરવા માટે સન ૧૮૮૫ માં તે વખતની સરકારે ખ્રીસ્તી પાદરી મી. હયુમ મારફત સ્થપાયેલી એ એક સંસ્થા છે. તે સસ્થા સ્થાપવાની વાત ખ'ગાળની કૉલેજના વિદ્યાર્થીઓ પાસે મુકાણી. પરદેશીઓની રાજયસત્તામાંથી પોતાના દેશને છેડાવવાની ભાવના રાખતા તેને એ વાત ગમી.
નટુ- પછી
બાપુજી– પછી મુ`બઈની એક હાઇસ્કૂલના મકાનમાં તેની પહેલી બેઠક મળી. સન ૧૮૫૭ માં સ્થપાયેલી ત્રણ યુનિવસીટીમાં ભણીને હાંશિયાર થયેલા ભાવના શીલ ચુવાના તે સ`સ્થાના સભ્યા થયા મેંબરા થયા. નવી શિક્ષણ સંસ્થાઓમાં જેમ જેમ ભણનારા વધતા ગયા, તેમ તેમ તે સ ંસ્થાના સભ્યા વધતા ગયા. તેમ તેમ દેશના ઉદય કરનારી કાન્ગ્રેસ નામની એ સસ્થા પગભર થતી ગઈ. તે સંસ્થાના આગેવાને દેશનતાએ ગણાવા લાગ્યા.
નટુ દેશના ઉદય કરવાની જરૂર શા માટે પડી ?
બાપુજી-યુરોપિયન શ્વેત પ્રજાજના જેમ અમેરિકામાં વસવાટ માટે ગયા, જેમ એસ્ટ્રેલિયામાં વસસાટ માટે ગયા, તેમ ભારતમાં પણ કાયમી વસવાટ માટે તેમને આવવાની ઇચ્છા હતી. આખી દુનિયામાં રહેવા જવાનું મન હાય, તા ભારતમાં રહેવા કેમ ન આવે ? ભારતમાં રહેવા આવતાં પહેલાં તેએને આ દેશમાં એવી સગવડ ઉભી કરવી હતી કે જેથી તેઓ અત્રે પોતાની માતૃભૂમિમાં રહેતા હોય તેવી સગવડોથી રહી શકે. દેશની ઉન્નતિ કરવાના ગર્ભિત અર્થ એ રખાયા હતા કે શ્વેત પ્રજાજના માટે અહીં સાધન સગવડા વધારતા જવા. અલબત્ આ દેશના ભણેલા યુવાના દેશની ઉન્નતિના આ સાચા અર્થ જાણતા નહાતા.
પરંતુ એકદમ એ રીતની ઉન્નત શી રીતે થઈ જાય ?
બાપુજી– આ દેશની પ્રજા જગતના બીજા કોઈ પણ દેશની તે વખતની પ્રજાએ કરતાં ઉન્નતિમાં હતી. સાદું, નિરાડંબરી, પ્રેમાળ, મહેનતુ, પ્રમાણિક અને કવ્યનિષ્ઠ જીવન હોવાથી, આ દેશની પ્રજા ખૂબ ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહી હતી. આ સ્થિતિમાં યુરોપિયન પ્રજાજનો અત્રે આવી તેમની પોતાની ઇચ્છા મુજબ સ્વતંત્રપણે આ દેશમાં રહી શકે તેમ નહોતા. પેાતાની સ્વતંત્રતા મુજબ આ દેશમાં રહી શકાય તે માટે તેમણે આ દેશના માનવાના જીવનના ચારેય પાસાઓમાં મૂળભૂત ફેરફારો કરવાની યોજનાએ ગોઠવી. નટુ- આટલી મોટી સંખ્યા ધરાવતા દેશમાં એ યાજના લાગુ જ શી રીતે કરી શકાય ?
બાપુજી- અરે! એમાં શું? ધર્માંના પ્રચાર કરવાને બહાને, લોકોનું ભલું કરવાને બહાને તેના ધર્માંશુરૂ પાદરીએ સન ૧૪૯૮ થી આ દેશમાં સાથે આવેલા હતા. તેઓ