Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
a
:
Thirts
+
G
ક
જ
છે.
સાંસ્કૃતિક રાજ્યતંત્ર અને તેના મૂળ તત્ત્વ
–પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ ૧. ભારત અને ચીન વિગેરે દેશમાં કેટલાક રાજાઓને સાલીયાણા આપી રાજ્યવહીવટમાંથી દૂર રાખવામાં આવ્યા છે. પરંતુ એ વ્યવસ્થાનુભાડે કરવી પડી ? એવી વ્યવસ્થા કરવા પાછળના મુખ્ય હેતુઓ કયો છે તેના સારા પરિણે આજે પણ પડદા પાછળ છુપાયેલા છે. “રાજાઓ પ્રજા ઉપર સહી કરવામાનખરા-હતાં, રાજાઓ પ્રજા ઉપર જુલ્મ ગુજારાતા હતા. વિગેરે તે માત્ર તેમના વિરૂદ્ધને વિદેશી દેશી મારફત પ્રચાર જ હતે. અલબત્ પાછળના રાજાઓને ભારતીય રાજનીતિ ભૂલાવી દેવાથી તથા તેમને મે જશોખમાં પાડી દેવાથી કઈ કઈ વ્યક્તિગત રાજને નાનો માટે જુલમ હશે પણ ખરે, પરંતુ તેવા ગણ્યા ગાંઠ્યા દષ્ટાંતે ઉપરથી સર્વ રાજાએ જુલ્મી હતા, યા મોજશોખમાં પડેલા હતા એમ માનવાનું ડહાપણ સમતોલ બુદ્ધિને કોઈ પણ વિદ્વાન ન જ કરે. સર્વથા તેમ કહેવાને કઈ ગ્ય કારણે નથી જ. કેટલાએ રાજવીઓ વ્યકિતગત રીતે સજજનો અને પ્રજાના હિતમાં સદા તત્પર રહેનારા હતા.
રાજાઓને વહીવટમાંથી બાજુએ હઠાવી દેવામાં આવ્યા પછી પ્રજા ઉપર જે સંખ્યાબંધ કરેનો બોજો વચ્ચે છે, અને હજુ પણ વધવાને છે, તેની અપેક્ષાએ રાજાઓના વખતમાં પરંપરાગત ચાલ્યા આવતા કરો તદન નજીવા જ હતા, વચલા કાળમાં કઈ કઈ રાજવીએ કેટલાક કરો વધાર્યાના પુરાવા રજુ કરી શકાય તેમ છે, પરંતુ તે રાજવીએની કૃતિ નહતી. ઉપરથી રેસીડન્ટ વિગેરેની સૂચના અને મૂંગી દોરવણી વિગેરે મુજબ આધુનિક શિક્ષણ લીધેલા કારભારીઓ અને દીવાનની કૃતિ હતી, અથવા બ્રિટિશ રાજ્યનું આંધળું અનુકરણ હતું. અલબત્ તેમાં સહી તે રાજાઓની જ થતી, છતાં તે દોષના પાત્ર રાજાઓ સ્વેચ્છાથી નહોતા. કે રાજા વ્યકિતગત-અન્યાય કરે તે તે વ્યક્તિને દોષ ગણાય. રાજ્યપદ્ધતિને તે દેષ ન ગણાય. અને એવા વ્યક્તિગત દેના દાખલા આજે પણ રાજ્યના અમલદારોના અને પ્રધાનના બહાર આવ્યા કરતા હોય છે. કેટલાક લોકે તે સારા પ્રમાણમાં કાનુની અથવા બીજી રીતના અન્યામાં વધારો થયો હોવાની બૂમ મારે છે. વર્તમાન રાજ્યતંત્ર જ્યાં કાયદાને આધારે ચાલતું હોય, ત્યાં ન્યાયની આશા શી રીતે રાખી શકાય? કાયદા ન્યાયને આધારે થવા જોઈએ, ત્યારે આજે ન્યાયને તે સ્થાન નથી ન્યાયની વ્યાખ્યા જ બદલી દેવામાં આવી છે. કાયદાને આધારે થતા ફેંસલાને આજે ન્યાય કહેવામાં આવે છે. અને છતાં ન્યાયાધીશ, ન્યાયાલય, ન્યાયની કોર્ટ વિગેરે શબ્દોને પ્રચાર ચાલુ રાખવામાં આવ્યો છે. તેથી જ આજે ન્યાયને આધારે કાયદો કે કાયદાને આધારે ન્યાય એ જટિલ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે.
“રાજાઓ ખરાબ હતા, તેઓની રાજ્યનીતિ ખરાબ હતી, એ કારણને લઈને
એમના કાકા -
ગક
-
"
-
'