Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
: ૯
M. ૫. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા
સૂક્ષ્મચિંતક પં. શ્રી પ્રભુદાસભાઈને અભિનંદન
મંદિરોમાંના પ્રતિમાજીના દર્શન બે રીતે થાય છે– (૧) ભાવિક ભક્ત તેની આધ્યાત્મિકતામાં પ્રેરણા આપવાની શક્તિથી રાજી થાય છે. (૨) ત્યારે આધુનિક શોધક = તેની આકૃતિ શિલ્પ વગેરેથી રાજી થાય છે.
બન્નેય બહાર આવીને પ્રતિમાજીની અદભૂતતાના વખાણ કરે છે. પરંતુ બનેયની દષ્ટિમાં મેટ ફરક હોય છે અને તે વખાણની પાછળના હેતુઃ તથા પરિણામોમાં પણ મોટો ફરક હોય છે. શિલ્પના વખાણ કરનારાઓ તેના મસ્તક કપાવીને પણ તે ખરીદતા હોય તેવા દાખલા બહાર આવતા હોય છે. ત્યારે ભાવિક ભકત તેને પોતાના વસ્ત્રને છેડો પણ સ્પશી જાય, તે કંપી ઉઠતે હોય છે. વિરહ-કાતર- પ્રેમી પત્નીની સાડીના કકડાને કે કાગળની ચબરખીને પણ પ્રાણ સમાન ગણી છાતીએ લગાડતે હોય છે. તેમ પ્રમુની હાજરી વિનાના કાળમાં આગ અને પ્રભુપ્રતિમાને વિરહ-કાતર-ભકત, પ્રાણ કરતાં પણ અધિક માનતે હોય છે.
તે પ્રમાણે આગમ અને શાસ્ત્રોની પ્રશંસા અને વખાણમાં તથા પ્રસિદ્ધિમાં પણ આજે બે હેતુઓ કામ કરી રહ્યા છે. તે સમજવું જોઈએ. આજે વાહવાહથી દીર્ધદષ્ટિ વિના આપણે ગમે તે કરી બેસીએ અને તેના ભાવિ પરિણામે જ્યારે વિપરીત આવવા લાગે, ત્યારે કે તેને રોકી શકે ? આપણા સંતાનમાં એ તાકાત ભાગ્યે જ રહી હશે.
અને તે પહેલાં તે તેના ઉપર બીજાઓને સાક્ષાત્ કબજે થઈ ચૂકયો હશે. અને તેને A આધુનિક દ્રષ્ટિથી જે ઉપયોગ કરવો હશે. તે ચાલુ થઈ ગયેલ હશે.
–પં. શ્રી પ્ર. એ. પારેખ
Grams : KANTISPICE
Phone. No. 8551299 P.P. Sureshbhai 1 શ્રીજી કૃપા ટ્રેડર્સ ; મીતેશકુમાર સુરેશચંદ્ર એન્ડ કુ.
કરીયાણાના વેપારી અને કમીશન એજન્ટ. ૩૪, કાઝી સૈયદ સ્ટ્રીટ, મુડી બજાર-મુંબઈ-૪૦૦ ૦૦૩.