Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૬૮ :
પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) લેડ મેકોલેને ભારત મોકલવામાં આવ્યા હતા. સન ૧૮૩૮ માં ભારતમાંના બ્રિટિશ AS મુત્સદીઓ નવા શિક્ષણની નીતિ સ્પષ્ટ રૂપમાં નક્કી કરી રહ્યા હતા, અને તેને આધારે
ઉપર ૧૮૫૭માં ભારતમાં ત્રણ યુનિવસીટીઓ સ્થાપવામાં આવી હતી.
પરંતુ તે વખતના કેટલાક જ ભારતીય લેક સિવાય નવા શિક્ષણને ટેકે આપવાની, તેને સમજવાની, તેને સાંભળવાની મનોદશા જ ભારતના લેકે ધરાવતા નહતા. JAI ત્યારે શું કરવું?
ત્યારે ખ્રીસ્તી ધર્મના આગેવાનોએ એ પ્રચાર કરવા માંડે કે, “ભારતના ધર્મો : સારે છે. તેના શાસ્ત્રને સંશોધનપૂર્વક તુલનાત્મક રીતે અભ્યાસ થ જોઈએ. “જ્ઞાન જરૂરી છે. આ હવાથી જૈન પાઠશાળાઓ, સંસ્કૃત પાઠશાળાઓ, મદ્રેસાઓ વિગેરે અસ્તિત્વમાં આવતા ગયા. નવા ઘાટની યુનિવસીટીઓ કાઢીને અને તે મારફત પોતાનું શિક્ષણ ફેલાવવા દ્વારા પ્રસ્તી ધર્મને યુનિવર્સલ ધર્મ બનાવવાનું પ્રીસ્તી પ્રચારકોનું લક્ષ્ય હતું. પરંતુ એકાએક ભારતની પ્રજાને નવું શિક્ષણ લેવા માટે આકર્ષી શકાય તેમ નહોતી, તેથી જ્ઞાન લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી, પ્રૌઢ ઉમ્મરના લકેનું ધ્યાન પાઠશાળાઓ વિગેરે કઢાવવામાં, અને નવયુવકેનું માનસ નિશાળે, શાળાઓ તરફ કેન્દ્રિત કરાવવામાં આવતું રહ્યું. અર્થાત એક યા બીજા બહાને શિક્ષણ લેવા તરફ પ્રજાનું ધ્યાન ખેંચવાને દાવ ગોઠવાયો.
પ. સાંસ્કૃતિક જીવનશિક્ષા કે જે સંસ્કારયુક્ત માનવ જીવન માટે કામ આપતી હતી, તેમાં ધાર્મિક અને વ્યવહારિક બનેય શિક્ષણ મળવાની ગોઠવણ પ્રાચીન કાળથી અનાયાસે જ ગોઠવાયેલી હતી. તેથી વ્યવહાર નિછ અને ધર્મ નિષ્ઠ પ્રજાજને તયાર થતા હતા.
૬. ખ્રીસ્તી ધર્મ પ્રચારકે એ વ્યાવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ એ જાતના પારિભાષિક શબ્દો પ્રચારમાં મૂકી, સંસ્કૃતિના બે ચીરા કરી નાખ્યા અને ભારતીય જીવનના ઢબનું વ્યાવહારિક શિક્ષણ આપવાને બદલે, પિતાની ઢબનું વ્યાવહારિક શિક્ષણ આપવાનું પતે રાખ્યું, અને ત્યારે ધાર્મિક શિક્ષણમાં માથું મારવાનું અશક્ય હોઈ, તે બાબત લાગણીશીલ લેકેના હાથમાં કામ ચલાઉ રીતે રહેવા દીધી, જેમાંથી પાઠશાળાએ વિગેરે સંસ્થાઓ ઉભી થતી ગઈ.
૭. શેઠ વેણીચંદ સુરચંદ વગેરે તે વખતના યુવાને ધર્મનિષ્ઠ મુંબઈમાં ફેલાવાયેલી ધાર્મિક શિક્ષણની હવાથી સ્વાભાવિક રીતે જ તેમના મનમાં એ વિચાર આવી જાય કે, “જો આપણે આપણે ધર્મ ટકાવ હોય, તે ધાર્મિક શિક્ષણ સારી રીતે આપવું