Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
પં. પ્રભુદાસબેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
: ૬૫
GIBIR
આપણી સર્વ અવાન્તર પ્રવૃત્તિઓને ગૌણ બનાવી દરેકે શ્રી જૈન શાસનને પોતાના જીવનના સર્વપ્રસંગોમાં કેન્દ્રિત કરવું જોઈએ. આજે તેની વિચિત્ર ઉપેક્ષા અને નાની પ્રવૃત્તિઓમાં જરૂરીઆત કરતાં મન વચન કાયાના વધારે પડતા રોકાણથી ઘણું આશ્ચર્ય થાય છે. પરંતુ શ્રી જૈનશાસનમાં એવા તર ગુંથાયેલા છે કે-જે પ્રસંગે પ્રસંગે બહાર ' આવી જઈ શાસનને જાગતું અને જ્યવંતુ બનાવે છે ને બનાવશે. છતાં સૌના પ્રયાસની અપેક્ષા તે સર્વકાળે રહે જ છે.
જૈન જયતુ શાસનમ
BIL
સંવત્ ૧૬ ના અશાડ
વદિ ૫ મહેસાણા
સેવક:પ્રભુદાસ બેચરદાસ પારેખ
(સેન પ્રશ્ન પ્રસ્તાવનામાંથી )
I
આજે ધર્માચરણ વધ્યું છે, પરંતુ તે ક્ષણિક છે, તે ધ્યાનમાં રહેતું નથી. તે સાથે જ શાસન તરફની અસાધારણ ઉપેક્ષા વધી છે, એટલું જ નહીં, પરંતુ તેનું જગતમાં અસ્તિત્વ જ લાતું જાય છે. જેના ઉપર ધર્મને પૂર આધાર છે. તે પાત્રભૂત છે, આધારસ્તંભ રૂપ છે. જે પાયા રૂપ છે. શાસન વિના ધર્મની વ્યાવહારિકતા અને પ્રાપ્તિ જ અસંભવિત બની જાય છે. એ રીતે શ્રી સંઘની મર્યાદાઓ, શિસ્ત, શાશ્વ–આજ્ઞાઓ તરફ આદર અને પાલનની કટ્ટરતા ઘટતી જાય છે, અર્થાત્ ઉપેક્ષિત થતા જાય છે. ધાર્મિક સંપત્તિઓના રક્ષણને માટે કેટલાક તરફથી ધર્મક્ષેત્રમાં દરમ્યાનગિરી કરનાર કાયદા આવકારાય છે. તેનું મુખ્ય રહસ્ય તે એ છે, કે- “ધાર્મિક સંપત્તિઓ ઉપર કાયદાને કબજે સ્થાપિત થાય છે. એ સંપત્તિઓને ઉપગ બીજા અધાર્મિક અને પ્રાગતિક કામમાં કરવાની સગવડ વહેલી તકે પ્રાપ્ત થાય, તથા તેમાં ધર્મગુરુઓ અને ધામિકે પછી આડે આવી જ ન શકે.” આ મુખ્ય હેતુ હોય છે. આ બધું હવે આપણે વહેલીતકે સમજી લેવું જોઈએ અને શાસનના બંધારણીય મૂળભૂત–
તને વળગી રહીને તેનું સંચાલન સતેજ કરવું જોઈએ. અંગત માન્યતા, ખ્યાલો વગેરે તેના તેજને ટકાવવા વચ્ચે ન લાવવા જોઈએ.
–પં. પ્ર. એ. પારેખ