Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
WK
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા
: ૨૯
શ્રી પ્રભુદાસભાઈના આત્મામાં પરમાત્મભાવનું તત્ત્વ (અધ્યાત્મ) એટલુ‘ઉંડુ ઉતર્યુ. હતું કે પાછલી ક્ અવસ્થામાં, શરીરનો બિસ્માર હાલતમાં પણ રાત્રે "સ્કૃતિ અને શુદ્ધ ધર્મના વિચારો આવતા જ રાત્રે ા વાગે ઉઠીને, ઝાઝુ બેસી શકાય નહિ એટલે ઉભા ઉભા આલેખન ૬ વાગ્યા સુધી ચાલુ રહે. ધ્યાન એકજ હતું કે પરમાત્માની અને આત્માની લીન્ક—સાંકળનું સાચું જ્ઞાન, સંસ્કૃતિ દ્વારા જ મળે. અને તે સસ્કૃતિના રક્ષણાત્મક વિચારો પ્રજા સમક્ષ બહેાળા પ્રમાણમાં મૂકાવા જ જોઇએ. ધન્ય છે એ ભાવનાને અને ધન્ય છે આવા સાહિત્યને જાગૃત કરવાના સક્રિય વિચારકાને !
સ્વા: અન્યાય: અને અપ્રામાણિકતા: વગેરે
૧ અહી' ખાસ વિચારવાનુ તા એ છે, કે-આ રીતે એક જ પ્રજાની ખાસ ઉન્નતિઃ અને બીજી મુખ્ય ત્રણ મેોટી પ્રજાએની અવનતિ: માટે આધુનિક વિજ્ઞાનને ઉત્તેજિત કરવામાં આવે છે. અને તે રીતે તેના ઉપયોગ કરવાઃ ને કરાવવામાં આવે છે. તેમાં ન્યાય: કે પ્રામાણિકતાઃ કઈ રીતે સંભવી શકે ? તેને સત્ય પણ કેમ કહી શકાય? સારા કે ખાટા કોઇ પણ બનાવ બને, બની જાય, તેને સત્ય કહી શકાય ?
૨ “આત્મા” નથી જ, અને તેના હ્રાસ કે વિકાસ કે મેક્ષ નથી જ.” એમ નક્કી થઈ ગયા પછી, કેવળ ભૌતિકવાદના આધારે ઉપર જીવનધોરણ ઉપસ્થિત કરવામાં પ્રામાણિકતા હતી. પરંતુ, તે નકકી થયા વિના જ, કેવળ ભૌતિક વિજ્ઞાનના આધાર ઉપર રચાયેલા જીવનધારણા શરૂ કરી પ્રચારવામાં આવે છે. ને ખળઃ ધન તથા યુક્તિ પ્રયુકિતથી માનવાના જીવનમાં ઉતારવામાં આવે છે. માટે તે ઈરાદાપૂર્વકના સ્વાર્થ પ્રયુક્ત છે.” એમ પૂરવાર થાય છે,
૩ કારણ કે—વૈજ્ઞાનિક પણ “કેવળ ભૌતિક જ જગત્ છે” એમ છાતી ઠાકીને પૂરવાર કરી શકતા નથી. કરી શકવાના નથી, પ્રે॰ આઇન્સ્ટાઇન જેવા સમથ વૈજ્ઞાનિકને પણ એ ભાવાનું કહેવું પડયું છે, કે ભૌતિક વિજ્ઞાન કદી સાચી કેડી બનાવી શકે નહીં:” તેથી રાજ્યદ્વારી લોકો મારફત જ ભૌતિકવાદના પ્રચાર પણ કામચલાઉ રીતે માત્ર બીજી પ્રજાએના શાંત જીવનની આધાર શિલારૂપ જ આત્મવાદઃ અને તેના જીવનધારા તેની સંસ્થાએ અને બીજા સાધનોને તેડવા માટે કરાવવામાં આવે છે. માટે એ વધારે ભયંકર બનાવ આજે જગતમાં ચાલી રહ્યો છે. તે મુખ્યતઃ વાંધા ભરેલી બાબત છે. તેમાં જ્યાં સુધી ધરમૂળથી પરિવર્તન ન થાય, ત્યાં સુધી સાચી શાંતિની આશા આકાશકુસુમ -૫. શ્રી પ્ર. બે. પારેખ
સમાન છે.