Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
bey(2)
૬૦ +
પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
P
છે
-
-
),
૨
અને હોઈ શકે? તેની સમજ પડતી રહ્યા કરે, પરિણામે એ આખી સંખ્યામાંથી કે કોઈ વ્યક્તિઓ, શાસન ખાતર મહાનું કામ કરી શકે-તેવા ધુરંધર તૈયાર થાય, બાકીના મધ્યમ અને જઘન્ય રહે.
૨ બીજા વિભાગમાં–આજે જે જે શાસ્ત્રો જાણવા જેવા છે, અને જગતમાં જે જે જ જાણવા જેવું છે, તે દરેકનું તલસ્પર્શી જ્ઞાન તે આખી સંખ્યાને મળવું જોઈએ. તેમાં ૧ કે ઉત્કૃષ્ટ વિદ્વાન્ થશે, કે મધ્યમ અને કઈ જઘન્ય થશે.
ટુંક વર્ષોમાં સર્વ શાસ્ત્રનું જ્ઞાન કેવી રીતે કરાવી શકાય ? એ મુખ્ય પ્રશ્ન છે, એ પરંતુ સાધનથી સર્વ કાર્યો સાધ્ય થઈ શકે છે. ' '
દા.તં–તે તે વિષયના પ્રખર વિદ્વાન પાસે તે વિષ્યના તલસ્પર્શી અને સાથેપાંગ સમજ આપે, તેવા ટુંકા પણ મુદ્દાસર [સૂત્રાત્મક] નિબંધ તૈયાર કરાવવા જોઈએ.' અને તે નિબંધે મારફત દરેકને તે તે વિષયની રૂપરેખાનું જ્ઞાન મળી જ જાય, જરૂર ' જણાય તે સંગીન રીતે મુખપાઠ કરાવીને પણ તે જ્ઞાન આપવું જોઈએ. પછી તેમાંના ! જે જે વિષયમાં જેની શકિત હોય, તે રીતસર તે તે વિષયના ગ્રન્થને અભ્યાસ મ વિસ્તારથી કરે. એમ દરેક પ્રાચીન શાસ્ત્રોના વિષયો, આધુનિક વિજ્ઞાનને લગતા શાસ્ત્રોના વિશે વિગેરે આજની અને પ્રાચીન દુનિયાનું જે જે જાણવા જેવું હોય, તે દરેકનું જ્ઞાન આપવાના સંપૂર્ણ સાધને ગોઠવવા જોઈએ. વિદ્યાનું કઈ પણ ક્ષેત્ર આ સર્વજ્ઞપુત્ર મુનિઓથી અજ્ઞાત ન રહેવું જોઈએ. જેથી ભવિષ્યમાં દુનિયાના કેઈપણ વિદ્વાનથી તેઓ અંજાય નહીં.
આ જાતના નિબંધ તૈયાર કરવાને અને ભણાવવાને તે તે વિષયના પ્રખર વિદ્વાને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે ત્યારે રોકી લઈ, તેઓને ઉપયોગ પૂરો થયે તેઓને છુટા કરી દેવા જોઈએ. તથા, જગતમાં તે તે વિષયના જે જે પ્રખર વિદ્વાન હોય, તેને બોલાવીને તેમને અને તેમના જ્ઞાનને પરિચય પણ કરાવવું જોઈએ.
આ વિભાગમાં તૈયારી માટે મોટા ખર્ચની આવશ્યકતા રહે.
નામદાર ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજાને સરકાર તરફના નિબંધ મારફત શિક્ષકે આ રીતે તૈયાર કર્યા હતા.
૩ જા વિભાગમાં પસાર થતી વખતે તેઓ–અંગત ચારિત્ર, આત્મભાવના, આત્મધ્યાન, આચાર ક્રિયાઓ વિધિઓનું જાતે પાલન કરે તપ-ત્યાગદ્દવહન, ધ્યાન, વિગેરેને લગતી તાલિમ મેળવી શકે, અને તે સાથે સંયમી, શાંત, અને પવિત્ર જીવનની જેને 7 શાસ્ત્રો અનુસાર ઉચ્ચ તાલીમ મેળવી શકે, તેવી તમામ પ્રકારની વ્યવસ્થા જોઈએ. ભૂલની