Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એની સાથે સાથે તમે તમારા મનને ઔષધ અને ખોરાક આપો. એ ઔષધ ને ખોરાક છે ઈષ્ટ-પરમાત્માનું સ્મરણ અને ચિંતન. તમારા શ્રદ્ધેય તીર્થંકર પરમાત્માનું ખૂબ સ્મરણ કરતા રહો અને એમની કૃપાને પાત્ર બનતા રહો. મુનિવર, એક અગત્યની વાત કરું, તમારી સાથે રહેનારાં-જીવનારાં મુનિવરોની ભૂલોને માફ કરતા રહો. એમને ક્ષમા આપતા રહો. એમની સાથે સ્નેહભર્યું સાહચર્ય સ્થાપિત કરો, એમના જીવનમાં રસ લેવાનું શરૂ કરો. તમારા પ્રત્યે આંતર પ્રીતિ છે; માટે આ પત્ર લખ્યો છે. ખાસ તો આ ‘શામ્યશતક’ વાંચી જવા - વિચારી જવા તમને લખવું જ હતું, ત્યાં તમારો પત્ર આવ્યો! એટલે વિસ્તૃત પત્ર લખાઈ ગયો! તમે મારા સ્વાસ્થ્યની ચિંતા કરો છો, એ સ્વાભાવિક છે. ચિંતાજનક સ્વાસ્થ્ય નથી. ખૂબ સ્વસ્થતા ને પ્રસન્નતા છે. આ અંગે તમને અવસરે પત્ર લખીશ, મારા યોગ્ય સેવાકાર્ય લખજો. જલદી સ્વસ્થ બનો, એ જ કામના. For Private And Personal Use Only (તસૂરિ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122