Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तिरयन्नुज्ज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः । १४० ॥ :અર્થ: માન-અભિમાન ઊંચા શિખરવાળો વિષમ પર્વત છે. તે પોતાની આગળ રહેલા ઉજ્વલ પ્રકાશને ઢાંકીને, સુખના પ્રવાહને રોકે છે. : વિવેચનઃ અભિમાનનો આ પહાડ નાનો-સૂનો નથી. એનાં આઠ આઠ ઊંચાં શિખરો છે! ભયાનક ભેખડો છે.... એવા પહાડમાં રહેલા માનવીને પ્રકાશનું સુખ કેવી રીતે મળી શકે? ૪૧ એ આઠ શિખરો એટલે આઠ મદ! પ્રકાશનું સુખ એટલે જ્ઞાનના પ્રકાશનું સુખ! મદાંધ માનવીને જ્ઞાનપ્રકાશનું સુખ ન જ મળે. એ તો અજ્ઞાનના અંધકારમાં જ ભટકતો રહે છે અને દુઃખનાં રુદન કર્યા કરે છે. - અજ્ઞાની હોવા છતાં માનવી પોતાને શાની માને છે. – બુદ્ધિહીન હોવા છતાં માનવી પોતાને ‘અભયકુમાર' માને છે! - રૂપહીન હોવા છતાં પોતાને ‘સનત્કુમાર’ માને છે! બળહીન હોવા છતાં, પોતાને ભીમ કે અર્જુન માને છે! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. 4 ', आठ शिखर गिरिराज के, ठामे विमलालोक, तो प्रकाशसुख क्युं लहे, विषम मानवश लोक । ઉજ્વલ પ્રકાશમય જ્ઞાનથી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે, તે સુખ અભિમાની મનુષ્ય મેળવી શકતો નથી. For Private And Personal Use Only જ્ઞાનાનન્દ,ચિદાનન્દ... પૂર્ણાનન્દ.... અભિમાની મનુષ્યના ભાગ્યમાં હોતો જ નથી. એ અભિમાનના મિથ્યા આનંદમાં રમ્યા કરે છે અને જ્યારે એનો મિથ્યા ગર્વ ભેદાય છે, એનું અભિમાન ચૂર-ચૂર થઈ જાય છે.... ત્યારે એના કરુણ રુદનને સાંભળનાર કાંઈ હોતું નથી, એની અશ્રુધારાને સહાનુભૂતિથી લૂછનાર કોઈ હોતું નથી.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122