________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪
સામ્યશતક
अजितैरिन्द्रियैरेषः कषायविजयः कुतः? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ।।५३ ।।
: અર્થ : એ કષાયવિજય ઇન્દ્રિયોને જીત્યા વિના ક્યાંથી થાય? તેથી યોગીએ વૈરાગ્યની સ્થિરતા કરી, ઇન્દ્રિયોને જીતવી જોઈએ.
.: વિવેચન : ચારેય કષાયોના અપાયો-નુકસાનો બતાવ્યા પછી, એ કષાયો પર વિજય મેળવવાના જુદા જુદા ઉપાયો બતાવ્યા પછી, ગ્રંથકાર કહે છે :
એક વાત નિશ્ચિતરૂપે સમજી લો : ઇન્દ્રિયોને જીત્યા વિના તમે કપાયોને નહીં જીતી શકો. માટે, જો તમારે કપાયવિજય મેળવવો જ છે, તો ઇન્દ્રિયો પર, પાંચેય ઇન્દ્રિયો પર વિજય મેળવવો પડશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
होत न विजय कषायको, विनु इन्द्रिय वश कीन,
ताते इन्द्रिय वश करे, साधु सहज गुण लीन । ઇન્દ્રિયો પર વિજય મેળવવો સરળ નથી, ઘણો મુશ્કેલ છે. યોગી-મુનિ જ ઇન્દ્રિયવિજય મેળવી શકે, પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો પ્રત્યે વૈરાગ્યને દૃઢ કરવાથી જ વિજયી બની શકાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ પાંચ વિષયોના અસંખ્ય પ્રકારો છે. એના પ્રત્યે વૈરાગ્ય આવે તો જ રાગ-દ્વેષ ઘટે, નાશ પામે... અને ઇન્દ્રિયો શાન્ત થાય પછી ક્રોધ વગેરે કપાયો શાન્ત થવાના જ.
ઇન્દ્રિયવિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે વિષયવૈરાગ્ય. પાંચેય ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય જોઈએ. વિષયો પ્રત્યે પ્રિય-અપ્રિયની કલ્પનાઓ નહીં કરવાની.
આ વિષય સારો, આ વિષય ખરાબ.... આ વિષય મને ગમે, આ વિષય મને ન ગમે...” આવી પ્રિયાપ્રિયની, ઇનિષ્ટની, ગમા-અણગમાની કલ્પનાઓ નહીં કરવાની. મનને એવી કલ્પનાજાળમાંથી મુક્ત કરવાનું. તો જ વૈરાગ્ય આવે, તો જ ઇન્દ્રિયવિજય મળે, અને તો જ કપાયવિજય થાય.
For Private And Personal Use Only