Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩ સામ્યશતક यस्मै समीहसे स्वांत! वैभवं भवसंभवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय शंसुखम् ।।५२ ।। : અર્થ : હે હૃદય જે સુખ માટે તું સંસારનો વૈભવ ઇચ્છે છે, તે સુખને અનિચ્છાથી વશ કરીને, શમ-સુખનો આશ્રય કર.” : વિવેચન : તારે ક્યું સુખ જોઈએ છે? તું ક્યાં સુખની લાલચમાં ભટકી રહ્યો છે? ક્યા સુખ માટે તારું મન આટલું બધું ડામાડોળ બન્યું છે? આ સંસારના ભૌતિક વૈભવો તને સુખી નહીં કરી શકે. તું એ વૈભવોની જો ઇચ્છા કરતો હોય તો એ ઇચ્છા છોડી દે. એ ઇચ્છાને જમીનમાં દાટી દે. જ્યાં સુધી ભાંતિક વૈભવોની લાલચ દૂર નહીં થાય ત્યાં સુધી તને સાચું શમ-સુખ, પ્રશમ-સુખ, ઉપશમ-સુખ નહીં મળે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : याकी लालच तुं फिरे, चिंते तुं डमडोल, ता लालच मिटि जातघट, प्रकटे सुख रंगरोल । પ્રકટે સુખ રંગરોલ,’ એટલે અંતરંગ શમસુખ પ્રગટે છે. એ ઘટ-અંતરમાં પ્રગટ થનારું શમસુખ અદૂભુત-અનુપમ હોય છે. એ સુખની તોલે દેવરાજ ઇન્દ્રનું સુખ પણ નથી આવતું. મારે સંસારના ભૌતિક વૈભવો નથી જોઈતા.” આવી અનિચ્છાને દૃઢ કર. વારંવાર દૃઢ કર. તો જ અંતરંગ શમસુખ પ્રગટ થશે. પ્રશમરતિ' ગ્રંથમાં પ્રશમસુખને પ્રત્યક્ષ મોક્ષસુખ કહેલું છે. પેલું સિદ્ધશિલાવાળું મોક્ષસુખ તો આપણા માટે પરોક્ષ છે, ઘણું ઘણું દૂર છે, જ્યારે પ્રશમસુખ તો આપણી ભીતરમાં જ છે. આપણે એ સુખને પ્રગટ કરી શકીએ છીએ અને એનો અનુભવ કરી શકીએ છીએ. શમસુખ કહો, સામ્યસુખ કહો કે પ્રશમસુખ કહો... એ મોક્ષસુખનો ક્ષણિક અનુભવ કરવા જેવો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122