Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 111
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org मा मुहः कवि संकल्पकल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् । ९६ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir :અર્થ: હે આત્મન્, કવિજનોએ મનના સંકલ્પોથી કલ્પેલા અમૃતને મેળવવાની ઇચ્છાથી મોહ ન પામ, પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતારૂપ અમૃતનું સેવન કર. વિવેચન : સાહિત્યના ગ્રંથોમાં કવિઓની કલ્પનાઓ પ્રસિદ્ધ છે. કવિજનો સ્ત્રીઓના અધરમાં અમૃતની કલ્પના કરે છે. મોહમૂઢ જીવો એ કલ્પનાને સાચી માની લે છે અને એ અમૃત પીવા દોડે છે. ખરેખર, એ સ્ત્રીઓના અધરોમાં અમૃત નથી હોતું, હળાહળ ઝેર હોય છે. પરંતુ મોહમૂઢ જીવોને કોણ સમજાવે? તેઓ એ હળાહળ ઝેરને અમૃત માનીને પીએ છે, મરે છે અને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ગ્રંથકાર એવા કવિ-કલ્પિત અમૃત પીવાની ના પાડે છે. તેઓ તો સમતારૂપ અમૃતનું પાન કરી, અમૃતમય બનવાની પ્રેરણા આપે છે. નિરામયપદ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. ૯૭ તમારે મોક્ષપદ જોઈએ છે? તમારી મુક્તિનો આનંદ જોઈએ છે? તમારે નિરામયપદની પ્રાપ્તિ કરવી છે? તો તમે જ્ઞાનીપુરુષોએ બતાવેલી સમતા-સુધાનું પાન કરતા રહો. પેલી કવિકૃત કલ્પનાઓના અમૃતને દૂરથી ત્યજી દો. ઉપાધ્યાયશ્રી યંશોવિજયજીએ કહ્યું છે कवि-मुख-कल्पित अमृत के, रसमें मुझत મંદી? भजो एक समतासुधा, रति धरी शिवपदमांही । એ સમતા-સુધાનું પાન કરવા - અનિત્ય વગેરે ૧૨ ભાવનાઓ ભાવતા રહો. - મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવતા રહો. - યોગગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરતા રહો. - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122