Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક ૧૦૧ योगश्रद्धालबो ये तु नित्यकर्मण्युदासते। प्रथमे मुग्धबुद्धीनामुभयभ्रंशिनो हि ते ।।१०।। : અર્થ : જે પુરુષો માત્ર “યોગ” ઉપર શ્રદ્ધા રાખીને, બીજાં આવશ્યક ધર્મકૃત્યો તરફ ઉદાસ રહે છે, તેઓ મૂર્ખશિરોમણિ છે. તેઓ ઉભય ભ્રષ્ટ થાય છે. .: વિવેચન : સાવધાન રહો! માત્ર યોગસાધનાના વિશ્વાસે રહી, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પરમાત્મપૂજન આદિ આવશ્યક ધર્મકૃત્યોનો ત્યાગ ન કરી દેશો. નહીંતર તમે મૂર્ખ બનશો. અધ્યાત્મમાર્ગે છેતરાઈ જશો... આ ભવ અને પરભવમાં ભ્રષ્ટ થશો.” ગ્રંથકારે શતાબ્દિઓ પૂર્વે આ સાવધાની આપી છે! આજે વર્તમાનકાળે, અપાત્ર અને અયોગ્ય જીવો જ્યારે એકાદ-બે ધ્યાન ક્રિયાઓ શીખી લે છે, એકબે કલાક એક આસને બેસી યૌગિક ક્રિયાઓ કરી લે છે, તેઓ લગભગ આવશ્યક ધર્મક્રિયાઓ છોડી દે છે! એ ક્રિયાઓ કરનારાઓ તરફ નફરતભરી દૃષ્ટિથી જુએ છે. ધ્યાનાભિમાન અને યોગાભિમાનથી ઉન્મત્ત બની, અધ્યાત્મ માર્ગને દૂષિત કરે છે. આ અભિમાન એમનું શતમુખી પતન કરે છે. આવશ્યક ક્રિયાઓ પ્રતિદિન કરવી જોઈએ, ભાવપૂર્વક કરવી જોઈએ, ઉપયોગપૂર્વક કરવી જોઈએ. ધ્યાન” અને “યોગ” એ ધર્મક્રિયાઓમાં પૂરક બનવાં જોઈએ, બાધક નહીં. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – शुद्ध योगश्रद्धान करी, नित्य करम को त्याग, प्रथम करे जो मूढ़ सो, उभय भ्रष्ट निर्भाग। થોડીક ઉપરછલ્લી યોગક્રિયાઓ કરીને યોગી નથી બની જવાતું કે થોડી ધ્યાન-પ્રક્રિયાઓ શીખીને ધ્યાની નથી બની જવાતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122