Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ સામ્યશતક क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् । सोऽयं सिद्धरस: स्फुटं समरसी भावो मया व्याकृतः, श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द-जीवातवे ।।१०५ ।। : અર્થ : ક્લેશાવેશનો ત્યાગ કરીને, સામ્યભાવનું માત્ર પૂર્ણ રીતે ધ્યાન કર્યું હોય તો પણ, યોગીન્દ્રની મુદ્રાને ધારણ કરનારા પુરુષોને શુભ કલ્યાણપણું આપે છે. એવો આ સામ્યભાવરૂપ સિદ્ધરસ કે જે મોક્ષલક્ષ્મીવાળો અને અભુત વૈભવવાળો છે, તેને વિદ્વાનોના આનંદને જીવાડવા માટે મેં કહ્યો છે. વિવેચન : સામ્યભાવ સિદ્ધરસ છે! સામ્યભાવ મોક્ષલક્ષ્મીદાયક છે! એવા આ સામ્યભાવનું ધ્યાન કરવા માત્રથી યોગીન્દ્રોનું કલ્યાણ થાય છે અને વિદ્વાનોને અપૂર્વ આનંદ થાય છે. માત્ર એક સાવધાની રાખવાની છે : ફ્લેશોનો ત્યાગ કરીને સામ્યભાવનું ધ્યાન કરજો. મનમાંથી ક્લેશોને વાળી-ઝૂડી સાફ કરી નાંખજો! સિદ્ધરસ છે આ સામ્યભાવ! સિદ્ધરસ લોહ જેમ સુવર્ણ બની જાય છે, તેમ સામ્યભાવના ધ્યાનથી આત્મા મહાત્મા બની પરમાત્મસ્વરૂપ બની જાય છે. સામ્યભાવનો સિદ્ધરસ અદ્ભુત છે, અમૃતમય છે! તે પવિત્ર મનવાળા વિદ્વાનોને આનંદથી ભરી દે છે! દેવા માટે પણ આનંદપ્રદ બને છે. આચાર્યદેવ વિજયસિંહસૂરિજીએ આ ‘સામ્યશતક'ની રચના કરી, વિદ્વાનો પર, યોગીજનો પર, મહાન ઉપકાર કર્યો છે. વર્ષો-શતાબ્દિઓ વીતી ગયા પછી પણ એ ગ્રંથ એટલો જ આજે ઉપાદેય છે, કલ્યાણકારી છે. સહુ મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથનું અવશ્ય અધ્યયન-મનન કરી આંતર આનંદ પ્રાપ્ત કરો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122