Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 117
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org अहो, वणिक्कला कापि मनसोऽस्य महीयसी । નિવૃત્તિનુનયા ચેન, તુનિતં રીયતે સુમ્ ।।૧૦૨|| Acharya Shri Kailassagarsuri Gyanmandir મન, નિવૃત્તિના ત્રાજવે સુખને તોલે છે! જેમ વેપા૨ી ત્રાજવે તોલીને વસ્તુ આપે છે તેમ! : અર્થ : અહો! મનની આ ણિક કળા કેવી મોટી છે કે જે મન નિવૃત્તિરૂપ ત્રાજવાથી તોળીને, જેટલું જોઈએ તેટલું સુખ આપે છે. : વિવેચન : १०३ તમારે ખરેખર આંતરસુખ જોઈએ તો તમને એ સુખ તમારું મન આપશે. નિવૃત્તિના ત્રાજવે તોલીને આપશે! તમે કેટલા નિવૃત્ત છો, ઉદાસીન છો, પ્રશાન્ત છો.... સૌમ્ય છો, એના પ્રમાણમાં તમને આંતર આત્મસુખ મળશે. બહારની દુનિયામાં સુખ શોધવાનું છોડો. દુનિયાનાં વૈયિક સુખો શોધવાથી નથી મળતાં, એ સુખો તો પુણ્યકર્મને આધીન છે. તમારા પુણ્યકર્મના ઉદય મુજબ એ સુખો આવી મળશે. જ્યારે આંતર આત્મસુખ સૌમ્ય ભાવથી-ઉદાસીન ભાવથી જ મળશે. સૌમ્યભાવને આત્મસાત્ કરી લેવાનો છે. પળેપળની આત્મજાગૃતિથી સૌમ્યભાવ ટકી શકે છે. કષાયો અને નો-કષાયોના હુમલા જીવનમાં આવ્યા જ કરે છે. એની સામે સૌમ્યભાવ ટકી રહેવો જોઈએ. વિષયોનાં આકર્ષણોની સામે સૌમ્યભાવ ટકી રહેવો જોઈએ, તો જ સહજ આત્મસુખનો અનુભવ થાય. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - भावत जाऊ तत्त्व मन, हो समता रसलीन, ज्युं प्रगटे तुज सहज सुख, अनुभवगम्य अहीन । For Private And Personal Use Only મનની આ વણિકકલા છે કે એ આંતરસુખ, નિવૃત્તિના ત્રાજવે તોલીને જ આપે છે! ઓછું-વત્તું નહીં. માટે મનમાં નિવૃત્તિને, ઉદાસીનતાને કાયમ રાખો.

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122