Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવ્યશતક इन्द्रियाण्येव पंचेषुर्विधाय किल सायकान्। जगत्त्रयजयी दत्ते पदं वक्षसि विद्विषाम् ।।६२ ।। : અર્થ : કામદેવ, પાંચ ઇન્દ્રિયોનાં જ પાંચ બાણ બનાવી, એનાથી ત્રણ જગતને જીતી, શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. :વિવેચન : કામદેવ! કામસુભટ! કામવાસના! કામદેવ સમગ્ર જગત ઉપર કેવી રીતે વિજય મેળવે છે, એ વાત ગ્રંથકાર આલંકારિક શૈલીથી સમજાવે છે. કામદેવ, પાંચ ઇન્દ્રિયોનાં પાંચ બાણ બનાવીને દુશ્મનો (સાધુ પુરુષો, સદાચારી-બ્રહ્મચારી સ્ત્રી-પુરુષો.) સાથે લડે છે, જીતે છે અને છાતી ઉપર પગ મૂકે છે! મેનકાએ વિશ્વામિત્ર જેવા કપિ પર કેવી રીતે વિજય મેળવ્યો હતો? પાંચ ઇન્દ્રિયોનાં પાંચ બાણોથી જ ઋષિને ઘાયલ કરી દીધા હતા અને ઋષિને વશ કરી લીધા હતા. મધુર ગીત, કટાક્ષ ભરેલું સ્મિત... અંગોપાંગોના હાવભાવ... અને ભોગપભોગ માટેની પ્રાર્થના.. પાંચેય ઇન્દ્રિયોની જરૂર નહીં, બે-ત્રણ ઇન્દ્રિયોનાં બાણો જ પર્યાપ્ત થઈ જતાં હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની ભાષામાં - पंच बाण इन्द्रिय करी, कामसुभट जग जीती, सब के शिर पद देत है, गणे न कोसु भीति । આ અજેય સુભટ કામદેવ, જેના પર ત્રાટકે છે એને પછાડીને એના માથે પગ મૂકે છે. અર્થાતુ પાંચ ઇન્દ્રિયોનાં બાણોથી એ ધારે એને ઘાયલ કરી શકે છે. અપવાદરૂપ સ્થૂલભદ્ર મુનિ, ઝાંઝરિયા મુનિ કે સુદર્શન શેઠને છોડી દો! બાકી કામદેવે કેવા – કેવા ઋષિ-મુનિઓને પણ પછાડી દીધા છે? કામદેવની શક્તિ છે પાંચ ઇન્દ્રિયો. જે સાધક સમભાવથી આ ઇન્દ્રિયોને જીતી લે છે, તેના ઉપર કામદેવનું કંઈ ચાલતું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122