Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ સાગ્યશતક वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभटश्रेणी संख्यारेखां न पूरणीम् ।।६३ ।। અર્થ : મનમાંથી ઉત્પન્ન થનારો કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ યોદ્ધાઓને અંગીકાર કરીને, સુભટોની શ્રેણીને પૂરનારી સંખ્યાને પ્રાપ્ત થતો નથી. અર્થાત તે તેટલાથી જ પૂર્ણ છે! વિવેચન : કામદેવ સ્વયં પ્રચંડ યોદ્ધો છે. તેમાં વળી, પાંચ ઇન્દ્રિયોરૂપી મહાવીર સૈનિકો મળી ગયા! તેથી હવે એને બીજા સૈનિકોની બટાલીયનની જરૂર નથી રહી. એ કામદેવ, પાંચ ઇન્દ્રિયોથી જ પૂર્ણ શક્તિશાળી બની ગયો છે. પછી એને બીજા સૈનિકોની શી જરૂર? કહેવાનું તાત્પર્ય એ છે કે, મોક્ષમાર્ગના આરાધકે, કામદેવ ઉપર (વિષયવાસના ઉપર, સેક્સીવૃત્તિઓ ઉપર) વિજય મેળવવા માટે એક જ કામ કરવાનું છે - ઇન્દ્રિયવિજય! પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો છે. એ વિજય મેળવવા ઇન્દ્રિયનિરોધની સાથે સાથે પ્રશમભાવ - ઉપશમભાવને દૃઢ કરવાનો છે. વૈરાગ્યને વાસનારૂપ બનાવી દેવાનો છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં - वीर पंच इन्द्रिय लही, कामनृपति बलवंत, करे न संख्या-पूरणी सुभट-सेणी की तंत। સમગ્ર વિશ્વમાં કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ સુભટો લઈને ફરે છે અને જગત ઉપર એકચક્રી શાસન કરે છે! એને બીજા વધારે સૈનિકોની જરૂર જ નથી. એવી રીતે, સાધકે પણ બીજી બધી સાધનાઓનો મોહ છોડી, એક જ સાધના - ઇન્દ્રિયવિજયની કરી લેવી જોઈએ. જે ક્ષણે એ ઇન્દ્રિયવિજેતા બનશે, એ વિશ્વવિજેતા બની જશે. પછી એની મુક્તિ હાથવેંતમાં સમજ વી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122