Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ।। ८३ ।। : eel: અંધકારની જનની એવી અનાદિકાલીન માયા-રાત્રિનો યોગીપુરુષ, પોતાના જ્ઞાન-સૂર્યના પ્રકાશથી બળાત્કારે નાશ કરે છે. (બળપ્રયોગથી) : વિવેચન : સામ્યશતક માયાની રાત્રિ અને અજ્ઞાનનો અંધકાર! જ્ઞાનનો સૂર્ય ઊગે એટલે રાત્રિ જાય, અંધકાર નાશ પામે. પરંતુ આ જ્ઞાનસૂર્ય આપોઆપ નથી ઊગતો, યોગી પુરુષ એ ઉગાડે છે! તે પણ સહજતાથીસરળતાથી જ્ઞાનસૂર્ય નથી ઊગતો, તેને પ્રયત્નપૂર્વક ઉગાડવો પડે છે. માયાની ઘનઘોર રાત્રિનો પ્રગાઢ અજ્ઞાન-અંધકાર, સામાન્ય મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી દૂર થાય એવો નથી હોતો. સામાન્ય બુદ્ધિવાળા જ્ઞાનીનું એ કામ નથી હોતું. એવા સામાન્ય જ્ઞાનીઓ તો એ માયા-રાત્રિમાં ભૂલા પડી જાય છે, અંધકારમાં ખોવાઈ જાય છે. માયા-રાત્રિના પ્રગાઢ અંધકારને દૂર કરવાનું કામ હોય છે યોગીપુરુષોનું. આત્મજ્ઞાની યોગીપુરુષો, આત્મજ્ઞાનનો પ્રકાશ રેલાવીને એ માયા રાત્રિનો અંધકાર નષ્ટ કરી શકે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ જ વાત કહી છે નનની મોદ-બંધાર જી, માયા-રત્નની ક્રૂર, ज्ञानभानु आलोकते, ताको कीजे दूर। For Private And Personal Use Only માયાની રાત્રિમાં ક્રૂ૨ કષાયપશુઓ ફરતાં હોય છે. મોહના અંધકારમાં વિષયવાસનાઓની જીવતી ડાકણો ફરતી હોય છે. અજ્ઞાની જીવોનાં એ લોહી ચૂસી લે છે. અજ્ઞાની જીવોના એ કષાયપશુઓ કોળિયા કરી જય છે . માયાથી અને મોહથી બચવા, યોગીપુરુષોનું શરણ લો.

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122