Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निजलालाविलं लीढे यथा वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा । । ६८ ।। : અર્થઃ જેમ કૂતરો પોતાની લાળથી વ્યાપ્ત એવાં સૂકાં હાડકાંને રસપૂર્વક ચાટે છે, તેમ જીવાત્મા પોતાની વાસનાના રસથી, વસ્તુઓથી ખુશ થાય છે. :વિવેચનઃ ૬૯ સૂકાં હાડકાંમાં રસ નથી હોતો, છતાં કૂતરો એમાં રસ માનીને મજેથી ચાટે છે! વાસ્તવમાં, એ હાડકું કૂતરાની પોતાની લાળથી ખરડાયેલું હોય છે.... કૂતરો એ પોતાની લાળને જ ચાટીને રાજી થાય છે. પરંતુ અજ્ઞાનતાથી એ સમજે છે કે, ‘આ હાડકામાં રસ છે!' મનુષ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ માને છે. સુખ માનીને ભોગવે છે.... પરંતુ આ મનુષ્યની અજ્ઞાનતા છે. વિષયમાં ખરેખર, કોઈ રસ હોતો જ નથી. મનુષ્યની જે સુખની વાસના છે, એ વાસનાના કારણે વિષયોમાં સુખ માને છે. વાસના દૂર થઈ ગયા પછી વિષયોમાં સુખ-દુઃખની કોઈ લાગણી પેદા થતી નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – चाटे निज लाला मिलित, शुष्क हाड ज्युं श्धान, तैसे राचे विषयमें, जड़ निज रुचि अनुमान । જડબુદ્ધિ મનુષ્ય, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પોતાની વાસનાના કારણે રાચે છે. વાસના બે પ્રકારની હોય છેઃ સુખની અને દુઃખની, સુખની વાસનાથી ખુશ થાય છે, દુ:ખની વાસનાથી નાખુશ થાય છે અને જ્યારે વાસનાથી મુક્ત થાય છે ત્યારે સુખ-દુ:ખની કલ્પનાઓ દૂર થઈ જાય છે. For Private And Personal Use Only ગ્રંથકાર સમજાવે છે કે વિષયોમાં સુખ-દુઃખ ન માનો. તમારી વાસના જ સુખ - દુઃખરૂપ છે. સુખ-દુઃખની કલ્પનાઓથી મનને મુક્ત કરવાનું છે. તે માટે સમતાનો, સામ્યભાવનો અભ્યાસ કરતા રહો.

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122