Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક प्रियाप्रियव्यवहतिर्वस्तुनो वासनावशात् । अंगजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसंमतम् ।।७६।। : અર્થ : વસ્તુમાં પ્રિયાપ્રિયનો વ્યવહાર વાસનાના કારણે છે. (તાવિક નથી.) કેમ કે શરીરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર પ્રિય લાગે છે, એ જ શરીરમાંથી ઉત્પન્ન થયેલી જૂ કે લીખ અપ્રિય લાગે છે. વિવેચન : કોઈ વસ્તુ એકાંતે પ્રિય નથી લાગતી, એકાંતે અપ્રિય નથી હોતી. એક સમયે પ્રિય લાગતી વસ્તુ કાળાંતરે અપ્રિય લાગે છે. એક સમયે અપ્રિય લાગતી વસ્તુ, સમયાંતરે પ્રિય લાગે છે. પ્રિય-અપ્રિયની કલ્પનાઓ દેશ, કાલ, વ્યક્તિ, અવસ્થા.... આદિના પરિવર્તન સાથે બદલાયા કરે છે. ગ્રંથકાર એક સચોટ દૃષ્ટાંત આપીને આ વાત સમજાવે છે. એક જ શરીર સ્ત્રીનું! એમાંથી પુત્ર જન્મે છે, ગમે છે. જૂ - લીખ પેદા થાય છે, નથી ગમતી! એવી રીતે અનેક દૃષ્ટાંતો આપી શકાય એમ છે : - એક સમયે ગમતી માતા, પરણ્યા પછી પુત્રને નથી પણ ગમતી! - એક સમયે ગમતી પત્ની, પરસ્ત્રીમાં આસક્ત પતિને નથી ગમતી! - કમાતો દીકરો, બેકાર બની જતાં નથી પણ ગમતો! - શ્રીમંત મિત્ર, નિર્ધન બની ગયા પછી નથી ગમતો! આ શ્લોકનો અર્થ ઉપાધ્યાયજીએ આ રીતે કર્યો છે – प्रिय-अप्रिय व्यवहार निज, रुचिरस साचो नाही, अंगज वल्लभ सुत भयो, यूकादिक नहि काही। કહેવાનું તાત્પર્ય એ છે કે - કોઈ વસ્તુ, કોઈ પદાર્થ પ્રિય હોતો નથી કે અપ્રિય હોતો નથી. એ પ્રિયઅપ્રિયનો સમગ્ર વ્યવહાર, જીવની વાસનાના કારણે હોય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122