Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક मनः पवनयोरैक्यं मिथ्या योगविदो विदुः । बंभ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ।।७२।। : અર્થ : યોગીપુરુષો મન અને પવનની એકતા બતાવે છે, તે ખોટું છે. કારણ કે મન તો પવનનું પણ ઉલ્લંઘન કરી સ્વેચ્છાથી અતિ ફરે છે. :વિવેચન : મનની ગતિ, પવનની ગતિ કરતાં વધારે છે. આ વાત ગ્રંથકારને કહેવી છે. એ માટે તેઓ મન અને પવનની ગતિની સમાનતાનું ખંડન કરે છે! પવનની ગતિ કરતાં મનની ગતિ અતિશય વધારે છે. એ પણ વિષયોમાં! પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોમાં મનના આ અતિ પરિભ્રમણનાં અનેક નુકસાનો છે. એ મનની ગતિ ઓછી કરવી જોઈએ. મનના પરિભ્રમણનું ક્ષેત્ર બદલી નાંખવું જોઈએ. તે માટે કેટલીક સાવધાનીઓ જરૂરી છે – - શ્રવણ-દર્શન-અધ્યયન અને ભોજનમાં સાવધાન રહો. - વિધેયાત્મક વિચારો કરતા રહો. - કર્તુત્વ-ભોસ્તૃત્વના વિચારો ન કરો. - મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવતા રહો. - મંત્રજાપ અને પરમાત્મધ્યાન કરતા રહો. - માનસિક તનાવથી બચતા રહો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. एक भाव मन-पवनको, जूठ कहे ग्रंथकार, या ते पवन हि ते अधिक, होत चित्त को चार। પવન કરતાં મનની ગતિ ઘણી વધારે છે. એવા મનનું વશીકરણ અને સ્થિરીકરણ કરવું અતિ આવશ્યક છે. એ માટે ઉપર બતાવેલા હુ ઉપાયો કરવા જ રહ્યા. સ્થિર અને પવિત્ર મન, આત્માને મુક્તિની નિકટ લઈ જાય છે. અસ્થિર અને ગંદું મન જીવને નરકમાં લઈ જાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122