Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ।। ५१ ।। સામ્યશતક : અર્થ: એનું (લોભરૂપી સમુદ્રનું) સમગ્રતયા શોષણ કરવા માટે જલાશયને (જડાશયને) સ્વસ્થ કરનાર હૃદય! સંતોષરૂપ અગસ્તિ મુનિનો સત્વર આશ્રય કર. : વિવેચનઃ લૌકિકશાસ્ત્રમાં એવી કથા છે કે અર્ગાસ્ત નામના મુનિએ સમુદ્રનું પાન ક૨ીને શોષણ કર્યું હતું! આકાશમાં અગસ્તિનો તારો ઊગે છે ત્યારે સમુદ્રજળનું શોષણ થાય છે અને બીજાં જલાશયોનાં જળ સ્વચ્છ થઈ જાય છે. તેવી રીતે લોભ-સમુદ્રનું શોષણ કરવા માટે સંતોષરૂપી અગસ્તિ મુનિનો આશ્રય લેવો જોઈએ. સંતોષ જ લોભસમુદ્રનું શોષણ કરી શકે છે. હૃદયમાં સંતોષને ધારણ કરો. સંતોષને આશ્રય આપો. જેવી રીતે અસ્તિનો તારો જલાશયોને સ્વચ્છ કરે છે, તેવી રીતે સંતોષઅગસ્તિનો તારો જડાશયને સ્વચ્છ કરે છે! સંતોષ, જડકુત્સિત લોભ-તૃષ્ણાના આશયને દૂર કરે છે. સંતોષને હૃદયમાં સ્થિર કરો. ક્યારેય પણ અસંતોષ મનમાં ન પ્રગટે, તે માટે સાવધાન રહો. સંતોષરૂપી અસ્ત મુનિને હૃદયમાં કાયમ માટે પ્રતિષ્ઠિત કરી દો. લોભ-સમુદ્રનું શોષણ કરતા જ રહો! હૃદયના આકાશમાં સંતોષરૂપી અગસ્તિના તારાને ચમકવા દો. હૃદયના આશોને-ઇચ્છાઓને સ્વચ્છ રાખશે. For Private And Personal Use Only તમારા પુણ્યોદયથી મળેલાં સુખનાં સાધનોમાં સંતોષ માનો. બીજાના ચઢિયાતા પુણ્યોદયથી એને મળેલાં સુખનાં સાધનો જોઈ, એ મેળવવાની ક્યારેય ઇચ્છા ના કરાં, તમને મળેલાં સુખનાં સાધનોનો ધીરે ધીરે ત્યાગ ક૨વાની ભાવના કેળવો. સાથે સાથે આત્મગુણોને વધુ ને વધુ મેળવવાના મનોરથ કરતા રહો. ઓછામાં ઓછાં સુખનાં સાધનોમાં સંતોષ-તૃપ્તિ મેળવો.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122