Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્યરાતક अस्मिन संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ।।४३ ।। : અર્થ : આ સંસારરૂપ જંગલમાં, વિકાસ પામેલા માયારૂપ લતામંડપમાં હદયહીન પુરુષો ભાર વિનાના થઈને હંમેશાં સૂઈ રહે છે! :વિવેચન : તીર્થકર ભગવંતોએ આ સંસારને જંગલરૂપે જોયું છે. આ જંગલમાં અનેક લતામંડપો છે. એમાં કેટલાક લતામંડપો માયાના છે! એ લતામંડપોમાં હૃદયહીન – ભાન વિનાના માણસો સૂઈ રહે છે. જો કે એ લોકો નિરાંતે સૂતા નથી, સૂવાનો ઢોંગ કરે છે. માયાના મંડપ નીચે ક્યારેય મનુષ્ય નિરાંતે ઊંઘી શકતો નથી, નિશ્ચિત બનીને સૂઈ શકર્તા નથી. માયાનો આ લતામંડપ સામાન્ય મંડપ નથી, વિકસિત વેલોનો લતામંડપ છે. આ લતામંડપની નીચે મનુષ્યના હૃદયની સરળતા હણાઈ જાય છે. તે બેહોશ બની જાય છે અને લતામંડપમાં પડ્યો રહે છે. જ્ઞાન-નયન એનાં બિડાઈ જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે - विकसितमाया वेली-घर, भव अटवी के बीच, सोवत है नित मूढ नर, नयन ज्ञान के मीच । માયાવી મનુષ્યને ગ્રંથકારે મૂઢ કહ્યો છે અને અજ્ઞાની કહ્યો છે. ભલે પછી એ અનેક શાસ્ત્રો ભણ્યો હોય કે અનેક કલાઓને જાણતો હોય. માયાવી અજ્ઞાની જ હોય, મૂઢ જ હોય. માયાવી, માયાના ભયંકર અપાયોને જાણતો નથી, એ એની મૂઢતા છે. માયાવી, માયાના નુકસાનોને “લાભ” સમજે છે, એ એની ઘોર અજ્ઞાનતા છે. છતાં, માયા એક વિકસિત લતામંડપ છે! માટે એમાં વિશ્રામ કરવા અસંખ્ય જીવો લલચાય છે અને એમાં પડ્યા-પાથર્યા રહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122