Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક राग-द्वेष-परित्यागाद्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ।।९।। અર્થ : વિષયોમાં રાગ-દ્વેષ વિના પ્રવર્તવું, તેને ઔદાસીચ કહેવાય. તે દાસીય (સમત્વ) મોક્ષ (અમૃત) માટે રસાંજન (ઔષધરૂપ) છે. : વિવેચન : ગ્રંથકારે ઉદાસીનતાની વ્યાખ્યા આ આપી છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ-દ્વેષ કર્યા વિના પ્રવર્તવું, પ્રવૃત્તિ કરવી, તેનું નામ ઉદાસીનતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ લોકનો અર્થ આ રીતે કર્યો છે : અનાસંગમતિ વિષય મેં રાગ-દ્વેષ કો છેદ, સહજભાવ મેં લીનતા, ઉદાસીનતા ભેદ. સહજભાવમાં લીનતા થવી, તેનું નામ ઉદાસીનતા! સહજભાવમાં લીનતા. તો જ થાય, જો રાગ-દ્વેષનો નાશ થાય. રાગ-દ્વેષનો નાશ તો જ થાય, જો મનુષ્યની મતિ અનાસક્ત બની હોય, મનને વિષયોમાં અનાસક્ત બનાવવા માટે નીચે પ્રમાણે ચિંતન કરવું જોઈએ. - વિષયો પ્રત્યે મનને જે રાગ-દ્વેષ થાય છે, તે તેના માત્ર વિકલ્પો જ હોય છે. કોઈ વિષય કાયમ માટે ઈષ્ટ નથી હોતો કે કાયમ માટે અનિષ્ટ નથી હોતો. - આજે જે ઇષ્ટ લાગે છે તે કાલે અનિષ્ટ લાગી શકે છે, આજે જે અનિષ્ટ લાગે છે તે કાલે ઇષ્ટ લાગી શકે છે. - મનની વિકલ્પ-જાળ મુજબ રાગ-દ્વેષ જન્મે છે. માટે વિકલ્પોનો નાશ થતાં રાગ-દ્વેષનો નાશ થાય છે. વાસ્તવમાં રાગ કે દ્વેપ તાત્ત્વિક નથી. પ્રિય-અપ્રિયની કલ્પનાઓનો ત્યાગ કરો એટલે ચિત્તમાં સ્થિરતા આવશે. એ સ્થિરતાનું નામ સમતા છે. એ સમતા જ ઉદાસીનતા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122