Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્ય તક ૩૩. क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम्। लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ।।३५ ।। :અર્થ : આ ક્રોધરૂપી યોદ્ધો શા માટે અભિમાન કરતો હશે? કેમ કે એક ક્ષમા-સ્ત્રી લીલામાત્રમાં હરાવી શકે છે! :વિવેચન : ક્રોધ એક દુર્જય યોદ્ધો છે, સુભટ છે, ક્ષમા એક અદ્ભુત સ્ત્રી છે! સ્ત્રી, યોદ્ધાને પલવારમાં હરાવી દે છે! જો તમારે ક્રોધ ઉપર વિજય મેળવવો છે, તો તમારે ક્ષમાને જ આગળ કરવી પડશે. ક્ષમા જ, ક્રોધ-સુભટને પરાજિત કરી શકે છે. ગ્રંથકારે અહીં ક્ષમાને “સ્ત્રી'ની ઉપમા આપીને, ક્રોધની નબળી કડી ખુલ્લી કરી છે. બળવાન પુરુષોની નબળાઈ “સ્ત્રી હોય છે. યોગી-મુનિ-ઋપિઓની નબળાઈ “સ્ત્રી' હોય છે! ક્રોધને યોદ્ધાની-સુભટની ઉપમા આપીને, એની નબળાઈ “ક્ષમા-સ્ત્રી’ બતાવી છે! તાત્પર્યાર્થ આ છે : ક્ષમાથી જ ક્રોધ ઉપર વિજય મેળવી શકાય. તમે ગમે તેટલા તપ કરો, ગમે તેટલું દાન આપો, ગમે તેટલાં વ્રત-નિયમ પાળો.... તમે ક્રોધ પર વિજય નહીં મેળવી શકો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે - याको मासे सम-वधू, क्षमा सहज में जोर, क्रोध-योध क्युं कर सके, सो अपनो बल सोर। મારે ક્રોધ ઉપર વિજય મેળવવો જ છે,” આવો તમારો દૃઢ નિર્ણય હોવો જોઈએ. તો જ તમે “ક્ષમા' ને સાથે રાખી શકશો. ક્ષમા પર વિશ્વાસ રાખી શકશો. “ક્ષમાથી ક્રોધ ઉપર વિજય મેળવાય જ છે.' આ શ્રદ્ધા રાખી શકશો. તમે યાદ રાખો : ક્રોધની નબળાઈ ક્ષમા-સ્ત્રી છે! ક્રોધની નબળી કડી ક્ષમા છે. ક્રોધ આવે ત્યારે એની સામે ક્ષમા-સ્ત્રીને ઊભી રાખી દો. ક્રોધનું રૂપ જ બદલાઈ જશે! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122