________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્ય તક
૩૩.
क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम्। लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ।।३५ ।।
:અર્થ : આ ક્રોધરૂપી યોદ્ધો શા માટે અભિમાન કરતો હશે? કેમ કે એક ક્ષમા-સ્ત્રી લીલામાત્રમાં હરાવી શકે છે!
:વિવેચન : ક્રોધ એક દુર્જય યોદ્ધો છે, સુભટ છે, ક્ષમા એક અદ્ભુત સ્ત્રી છે!
સ્ત્રી, યોદ્ધાને પલવારમાં હરાવી દે છે! જો તમારે ક્રોધ ઉપર વિજય મેળવવો છે, તો તમારે ક્ષમાને જ આગળ કરવી પડશે. ક્ષમા જ, ક્રોધ-સુભટને પરાજિત કરી શકે છે.
ગ્રંથકારે અહીં ક્ષમાને “સ્ત્રી'ની ઉપમા આપીને, ક્રોધની નબળી કડી ખુલ્લી કરી છે. બળવાન પુરુષોની નબળાઈ “સ્ત્રી હોય છે. યોગી-મુનિ-ઋપિઓની નબળાઈ “સ્ત્રી' હોય છે! ક્રોધને યોદ્ધાની-સુભટની ઉપમા આપીને, એની નબળાઈ “ક્ષમા-સ્ત્રી’ બતાવી છે!
તાત્પર્યાર્થ આ છે : ક્ષમાથી જ ક્રોધ ઉપર વિજય મેળવી શકાય. તમે ગમે તેટલા તપ કરો, ગમે તેટલું દાન આપો, ગમે તેટલાં વ્રત-નિયમ પાળો.... તમે ક્રોધ પર વિજય નહીં મેળવી શકો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે -
याको मासे सम-वधू, क्षमा सहज में जोर,
क्रोध-योध क्युं कर सके, सो अपनो बल सोर। મારે ક્રોધ ઉપર વિજય મેળવવો જ છે,” આવો તમારો દૃઢ નિર્ણય હોવો જોઈએ. તો જ તમે “ક્ષમા' ને સાથે રાખી શકશો. ક્ષમા પર વિશ્વાસ રાખી શકશો. “ક્ષમાથી ક્રોધ ઉપર વિજય મેળવાય જ છે.' આ શ્રદ્ધા રાખી શકશો.
તમે યાદ રાખો : ક્રોધની નબળાઈ ક્ષમા-સ્ત્રી છે! ક્રોધની નબળી કડી ક્ષમા છે. ક્રોધ આવે ત્યારે એની સામે ક્ષમા-સ્ત્રીને ઊભી રાખી દો. ક્રોધનું રૂપ જ બદલાઈ જશે!
For Private And Personal Use Only