________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગ્યશતક
૩૭.
भर्तुः शमस्य ललितैर्बिभ्रती प्रीतिसंपदम् । नित्यं पतिव्रता वृत्तं शांतिरेषा निषेवते ।।३६।।
: અર્થ : પોતાના વિલાસોથી, “શમરૂપ પતિની પ્રીતિ-સંપત્તિને ધારણ કરતી એ ક્ષમાસ્ત્રી સદેવ પતિવ્રતાનું વ્રત સેવે છે.
વિવેચનઃ ક્ષમા પતિવ્રતા સ્ત્રી છે! એનો પતિ છે શમ - પ્રથમ ક્ષમાએ પ્રશમની પ્રીતિ પ્રાપ્ત કરેલી છે. કારણ કે એ પતિવ્રતા છે અને કલાનિપુણ છે!
સ્ત્રીની એકલી પતિવ્રત-પતિપરાયણતા, પતિને વશ રાખવા સમર્થ નથી હતી, સાથે સાથે એનામાં કલાનૈપુણ્ય પણ જોઈએ તો જ એ પતિનો પ્રેમ સંપાદન કરી શકે,
કળાનૈપુણ્ય હોય, પરંતુ પતિપરાયણતા ન હોય, તો પણ એ પતિનો પ્રેમ નિભાવી ન શકે. એટલે સ્ત્રીમાં બંને ગુણ જોઈએ. ક્ષમા-સ્ત્રીમાં આ બંને ગુણ છે. એટલે પ્રશમ અને ક્ષમાની જોડી અખંડ રહે છે!
જ્યાં ક્ષમા, ત્યાં પ્રશમ. જ્યાં પ્રશમ, ત્યાં ક્ષમા. ગ્રંથ કારે બે શબ્દોનો લિંગ-ભેદ ધ્યાનમાં રાખીને કેવો સુંદર અર્થ ઉભાસિત કર્યો છે! ક્ષમા સ્ત્રીલિંગ છે, શમ-પ્રશમ પુરુષલિંગ શબ્દ છે. એ રીતે ક્ષમાને પ્રશમની પત્ની બતાવી છે!
રૂપ મા શ્લોકમાં “ક્ષમાને સ્ત્રી કહી, તો એ કોની પત્ની છે, એ પણ બતાવવું જરૂરી હતું. એટલે ૩૬ માં લોકમાં એને “શમ-પ્રશમની પત્ની બતાવી દીધી. આ રીતે ક્ષમા અને પ્રશમની સામે ક્રોધ-સુભટ કેવી રીતે ટકી શકે? એને ભાગવું જ પડે!
ક્ષમા અને પ્રશમની જોડી સાથે ગાઢ મૈત્રી સ્થાપિત કરો.
For Private And Personal Use Only