________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
સામ્યશતક
कारणानुगतं कार्यमिति निश्चिनु मानस!। निरायासं सुखं सूते यनिक्लेशमसौ क्षमा ।।३७ ।।
: અર્થ : હે મન, “કારણાનુસારી કાર્ય હોય છે, એમ તું નિશ્ચય કર. જેથી પ્રયત્ન વિના, ક્ષમાં ક્લેશ વિનાનું સુખ ઉત્પન્ન કરે છે.
:વિવેચન : શું તમારે માનસિક સુખ જોઈએ છે? શું એ પણ સહજતાથી જોઈએ છે? એવું સહજ માનસિક સુખ, એક માત્ર ક્ષમા જ આપી શકે છે.
પહેલી વાત તો એ છે કે બાહ્ય ભૌતિક સુખોનાં તીવ્ર આકર્ષણોમાંથી તમારું મન મુક્ત થવું જોઈએ. તે પછી આંતરસુખ મેળવવાની ઝંખના જાગવી જોઈએ.
ઇન્દ્રિયોનાં સુખ મેળવવા પ્રયત્ન કરવો પડે છે, ક્લેશ સહન કરવા પડે છે. આંતરસુખ મેળવવા પ્રયત્ન કરવો પડતો નથી, કે તકલીફો પણ સહન કરવી પડતી નથી. સહજ રીતે આંતરસુખ મળી શકે છે! એવું સુખ મેળવવાનો એક જ ઉપાય છે : ક્ષમા!
ક્ષમા, આત્માનો એવો સહજ ગુણ છે. જેવી રીતે ક્ષમા સહજ ગુણ છે, એ ગુણને સિદ્ધ કરવા જેમ પ્રયત્ન - મહેનત નથી કરવી પડતી કે ક્લેશ નથી કરવો પડતો, એવી રીતે ક્ષમાજ ન્ય આંતરસુખ મેળવવા માટે પણ પ્રયત્ન કે ક્લેશ કરવા પડતા નથી, કારણ કે દરેક કાર્ય કારણાનુસારી હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે -
देत खेदवर्जित क्षमा, खेदरहित सुखराज,
इनमें नहीं संदेह कछु, कारन सरिखो काज। ક્ષમાની આ આગવી વિશેષતા બતાવવામાં આવી છે. ક્ષમાને સિદ્ધ કરવા માટે કોઈ વિશેષ વ્યાયામ કરવો પડતો નથી. એ સહજતાથી સિદ્ધ થઈ શકે છે. એવી રીતે ક્ષમાજન્ય આંતરસુખ પણ સહજ રીતે પ્રગટ થાય છે, એમાં જરાય શંકા રાખવાની જરૂર નથી.
For Private And Personal Use Only