________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
अखर्वगर्व-शैलाग्र-शृंगादुद्धरकंधरः। पश्यन्नहयुराश्चर्य गुरुनपि न पश्यति ।।३८ ।।
: અર્થ : મોટા ગર્વરૂપ પર્વતના અગ્રશિખર ઉપરથી ડોક ઊંચી કરીને આશ્ચર્યથી જોતો એવો અહંકારી મનુષ્ય, ગુરુજનોને પણ જોઈ શકતો નથી.
ક્રોધ પહેલો કમાય છે, માન બીજો કષાય છે. માન કહો, અભિમાન કહી કે ગર્વ કહો! એક જ વાત છે.
ગર્વને પર્વતની ઉપમા આપવામાં આવી છે. ગર્વરૂપ મોટા પર્વતની ટોચ ઉપર ચડેલો મનુષ્ય પોતાનામાં જ રહેલી વિશેષતાઓને (આશ્ચર્યોને) જોયા કરે છે, તેથી તે ગુરુજનોને જોઈ શકતો નથી, અર્થાત્ ગુરુજનને તુચ્છ માને છે, નગણ્ય માને છે.
પોતાની ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ, રૂપ, ધન, ઐશ્વર્ય, બુદ્ધિ, લોકપ્રિયતા, જ્ઞાન આદિનું અભિમાન મનુષ્યને ઉદ્ધત બનાવે છે. ઉદ્ધત બનેલો મનુષ્ય ગુરુજનોને અવગણી નાંખે છે. ગુરુજનોનું અપમાન કરી નાંખે છે. એમની જરાય પરવા કરતો નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
पर्वत गर्व शिखर चड्यो, गुरुकुंभी लघुरूप,
कहे तिहाँ अचरज किश्यो, कथन ज्ञान अनुरूप। અભિમાનનું આ લક્ષણ છે –
સ્વોત્કર્ષ અને પરા૫ર્ષ. પોતાને મહાનું માનવો, બીજાને હલકા-તુચ્છ માનવો. અભિમાનની આ રીતે અભિવ્યક્તિ થતી હોય છે.
અભિમાનના પહાડના ઊંચા શિખર પર ચઢેલા, ઊંચી ડોક કરીને અને છાતી કાઢીને ઊભેલા ગર્વિષ્ઠ મનુષ્યને જોજો તો ખરા! એ બીજા કોઈને જોતો જ નથી હોતો. એ પોતાનામાં રહેલી જાતિ, કુળ, રૂપ, ધન, બુદ્ધિ, જ્ઞાન.... આદિ વિશેષતાઓ જ જોવામાં લીન હોય છે. ભલે ને એના કરતાં વધારે વિશેષતાઓવાળા મનુષ્યો એની સામે આવે, એને દેખાતા જ નથી!
For Private And Personal Use Only