________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગ્યશતક
૪o.
उच्चस्तरमहंकारनगोत्संगमसौ श्रितः । युक्तमेव गुरुन्मानी मन्यते यल्लधीयसः ।।३९ ।।
: અર્થ : અભિમાનરૂપ પર્વતના ઊંચા ઉસંગમાં રહેલો, અભિમાની પુરુષ, ગુરુને લઘુ (મોટાઓને નીચા) માને છે, તે યુક્ત જ છે!
:વિવેચન : અભિમાની મનુષ્ય, ગુરુજનોને, મોટા ગજાના માણસોને અવગણી નાખે, તુચ્છ માનેએમાં આશ્ચર્ય ન પામવું! અભિમાની માટે એ યોગ્ય જ હોય છે. અભિમાનની એ પ્રતિક્રિયા જ હોય છે. - અભિમાની મનુષ્ય પાસેથી નમ્રતાની અપેક્ષા ન રાખો. - અહંકારી મનુષ્ય પાસેથી આદર-સત્કારની અપેક્ષા ન રાખો. - ગર્વિષ્ઠ મનુષ્ય પાસેથી પ્રશંસાના શબ્દોની અપેક્ષા ન રાખો. ૦ આવા લોકોમાં ઉદ્ધતાઈ હોય, તે સ્વાભાવિક માનો. ૦ આવા લોકોમાં અનાદર-તિરસ્કારભર્યું આચરણ હોય, તેને સ્વાભાવિક માનો. ૦ આવા લોકો હંમેશાં બીજાઓની ટીકા-નિંદા જ કરતા હોય છે, તે એમના
માટે યોગ્ય જ હોય છે. આશ્ચર્ય ન પામો. ખેદ ન પામો. આઘાત ન અનુભવો.
અભિમાની મનુષ્યો, માતા-પિતાને અવગણી નાખે છે. ઉપકારીજનોનું અપમાન કરી નાંખે છે. વડીલો-સજ્જનોને ઉતારી પાડે છે. જ્ઞાની-ધ્યાની પુરુષોને તિરસ્કારી કાઢે છે. આ બધું એમના માટે યોગ્ય જ હોય છે!
આમ કહીને, ગ્રંથકાર આચાર્યદેવ, અભિમાની – અહંકારી મનુષ્યો પ્રત્યે ઉપેક્ષા-ભાવ રાખવાની પ્રેરણા આપે છે. એમના પ્રત્યે દુર્લક્ષ્ય રાખવાનું કહે છે. તેઓ આવા જ હોય.” એવું સમજીને એમની પાસેથી બીજી કોઈ સારી અપેક્ષા નહીં રાખવાનો ઉપદેશ આપે છે.
આપણે પણ જો અભિમાન-પર્વતના ઊંચા શિખર પર આરૂઢ થઈ જઈએ તો આપણી પણ આવી જ સ્થિતિ થાય. બીજાઓનો અપકર્ષ જ કરવાના... આપણા જ ગુણ ગાવાના
For Private And Personal Use Only