________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખ્યશતક
व्यवस्थाप्य समुन्मीलदहिंसा-वल्लि-मंडपे। નિપથ તાત્માનં ક્ષમા-શ્રીવન્દ્રન-વે રૂ૪
': અર્થ : (હે આત્માનું) તારા આત્માને અહિંસારૂપ પ્રફુલ્લિત લતામંડપમાં રાખીને, ક્ષમારૂપ શ્રીચંદનના રસથી તેને શાંતિ આપ,
:વિવેચન : અહિંસાના, કરુણાના, દયાના પ્રફુલ્લિત લતામંડપમાં સદેવ તમે રહો.... અને તમારા શરીર પર ક્ષમાના ચંદનનું વિલેપન કરતા રહો! પછી તમે જોજો કે તમને કેવી અભુત શાન્તિનો અનુભવ થાય છે. - શું કરુણાના લતા-મંડપમાં રહેવાનું તમને ગમશે? - શું તમે અવારનવાર તમારા મન પર ક્ષમાના ચંદનરસનો “એ” કરતા
રહેશો?
તો ક્રોધાગ્નિની જ્વાળાઓ તમને દઝાડી નહીં શકે, બાળી નહીં શકે. તમે, મારા મિત્ર, સુખપૂર્વક જીવી શકશો. આ વાત ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ રીતે કહે છે –
क्षमा सार चंदनरसे, सिंचो चित्तपवित्त,
दयावेल मंडप तले रहो, लहो सुख मित्त! પરંતુ જો તમે દયાના, કરુણાના મંડપમાંથી બહાર ફરવા નીકળશો તો ક્રોધ તમને જરૂર બાળશે! કરૂણાના મંડપમાંથી ભૂલેચૂકે પણ બહાર ના નીકળશો. આટલી સાવધાની તો રાખવી જ પડશે.
સાથે સાથે, તમારા મનને ક્ષમાના ચંદન૨સથી ભીનું ભીનું રાખવાનું ના ભૂલશો. ક્ષમારસનો ‘એ' તમારી પાસે જ રાખજો. મન પર અવાર-નવાર છંટકાવ કરતા જ રહેજો.
આ દુનિયામાં રહીને આ કરવાનું છે. તમે સંસારી હો કે સાધુ હો, તમારે આ બે કામ કરવાનાં છે, તો જ તમે ક્રોધની જવાળાઓથી બચી શકશો. સર્વભક્ષી ક્રોધથી બચવાની જો તમારી તીવ્ર ઇચ્છા હોય તો આ શ્રેષ્ઠ ઉપાય છે.
For Private And Personal Use Only