________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मनः सततस्मेरसदानन्दमयं वपुः । स्फुरल्लुकाजिल (दुल्कानल) स्फातिः कोपोऽयं ग्लपयत्यहो ।। ३३ ।।
કોઈ યોગીએ આ શરીરને કથિર જેવું કહ્યું છે,
કોઈ મુનિએ આ કાયાને માટી જેવી કહી છે,
કોઈ ઋષિએ આ દેહને લાકડા જેવો તુચ્છ કહ્યો છે!
: અર્થ:
આત્માના નિરંતર વિકાસ પામેલા શ્રેષ્ઠ આનંદથી વ્યાપ્ત એવા આ શરીરને, પ્રજ્વલિત જ્વાળાઓના વિસ્તારથી સ્ફુરાયમાન એવો ક્રોધ ગ્લાનિ પમાડે છે.
વિવેચન:
સામ્યશતક
આ ગ્રંથકાર કહે છે : આ શરીર આત્માનંદને અનુભવવાનું શ્રેષ્ઠ સાધન છે! આ શરીર નિરર્થક નથી, તુચ્છ નથી, અનુપયોગી નથી. આત્માના નિરંતર વિકાસ પામતા.... ઉલ્લસિત થતા શ્રેષ્ઠ આનંદને, આ શરીરના માધ્યમથી અનુભવવાનો છે. યોગીઓ, ઋષિઓ અને મુનિવરો.... આ શરીરથી જ આત્માનંદની અનુભૂતિ કરે છે, એવા આ શ્રેષ્ઠ માનવદેહને, આ ક્રૂર-કષાય નુકસાન પહોંચાડે છે. ક્રોધથી આ શરીર સુકાઈ જાય છે, જીર્ણ થઈ જાય છે.... ભુક્કો થઈ જાય છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે.
चेतन का कोमल ललित, चिदानंदमय देह,
सूक भूक जुर जात है, क्रोध लूंकते तेह।
For Private And Personal Use Only
ક્રોધની શરીર પર કેટલી બધી ખરાબ અસરો થાય છે, એ વાતો તો વૈદ્યો અને ડૉક્ટરો પણ કરે છે; પરંતુ એ વાતો ભૌતિક દષ્ટિની હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ પણ શરીરને કેવું મોટું નુકસાન થાય છે, એ વાત ગ્રંથકારે કરી છે. આ માનવશરીરના માધ્યમથી આત્માનંદને અનુભવવાની વાત કરી છે. માનવદેહ સાથે માનવ-મનનો સંબંધ સમજી લેવાનો છે. માનવ-મનને, ક્રોધ ભયંકર નુકસાન કરે છે.