________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्पष्टं दुष्टो ज्वः क्रोधः चैतन्यं दलयन्नयम् ।
सुनिग्राह्यः प्रयुज्याशु सिद्धौषधिमिमां क्षमाम् ||३२||
:અર્થ:
સ્પષ્ટ રીતે જ ક્રોધ દુષ્ટ જ્વર છે, તે ચૈતન્યનો નાશ કરનાર છે. માટે ક્ષમારૂપી સિદ્ધ ઔષધિનો પ્રયોગ કરી, તેનો ⟨ક્રોધનો) નાશ કરવો જોઈએ.
: વિવેચન :
પહેલો કપાય છે ક્રોધ. ક્રોધની દુષ્ટતા સ્પષ્ટ જ દેખાતી હોય છે. તમે ક્રોધી મનુષ્યને જોયો છે ને?
જાણે એને તીવ્ર જ્વર (તાવ) ચઢ્યો હોય, તેવો લાગે છે. એની આંખો લાલ થઈ જાય છે.... એનું શરીર ધ્રૂજતું હોય છે. એના હોઠ ફફડતા હોય છે.... એ સૂધબૂધ ગુમાવીને ચેષ્ટાઓ કરતો હોય છે. વિવેકશૂન્ય બની જતો હોય છે. ક્રોધનાં આ બધાં બાહ્ય લક્ષણો છે. આંતરિક રીતે ક્રોધ પરિતાપ ઉપજાવે છે. સ્વપરને અશાન્તિ કરે છે.
૩૩
માટે ક્ષમાના સિદ્ધ ઔષધનો પ્રયોગ કરી, એ ક્રોધનો નાશ કરવો જોઈએ. ક્ષમા સિદ્ધ ઔષધિ છે. એટલે કે ક્ષમાથી ક્રોધ પર વિજય મેળવી જ શકાય. પરંતુ એ માટે ક્ષમાધર્મને આત્મસાત્ કરવો પડે. ક્ષમા વાસનારૂપ બની જવી જોઈએ. કોઈ પણ જીવાત્મા, ગમે તેવું અયોગ્ય, અનુચિત આચરણ કરે, તમારે એને ક્ષમા જ આપવાની! એના પ્રત્યે તમારા મનમાં ક્રોધ ઊઠે જ નહીં!
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે
सिद्ध औषधि इक क्षमा, ताको करो प्रयोग, ज्युं मिट जाये मोहधर, विषम क्रोध ज्वर रोग ।
ક્રોધનો જ્વર રોગ, ક્ષમાથી જ નાશ પામે! માટે ક્ષમાને એવી આત્મસાત્ કરવી જોઈએ કે એ અવિનાશી બની જાય.
For Private And Personal Use Only
ક્ષમા અલ્પકાલીન ન ચાલે.
ક્ષમા સર્વકાલીન જોઈએ, અવિનાશી જોઈએ, ક્ષમા આપવામાં ક્યારેય કૃપણ ન બનો. ક્ષમા આપવામાં ક્યારેય થાકો નહીં.