Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ સાયશતક रागोरग विषज्वालावलीढ़ द्रढचेतनः । न किंचिच्चेतति स्पष्टं विवेकविकलः पुमान् ।।२३।। અર્થ : રાગ-સર્પના વિષની જ્વાલાથી જેનું ચૈતન્ય સજ્જડ વ્યાપ્ત થયેલું છે, એવો પુરુષ સ્પષ્ટ રીતે વિવેક વિનાનો થઈ, જરા પણ ચૈતન્ય પામતો નથી. :વિવેચન : રાગનો સર્પ તીવ્ર વિષની જ્વાળાઓ ઓકે છે. એ તીવ્ર વિષ-વાળાઓથી આત્માનો વિવેક' બળી જાય છે. આત્માનું ચૈતન્ય હણાઈ જાય છે. - રાગને ભયંકર ઝેરીલો સાપ સમજો. - આ સાપ નિરંતર ઝેર ઓકતો રહે છે. - એ ઝેરની ભયાનક જ્વાળાઓ જે જીવને સ્પર્શે છે, તેનો વિવેક તત્કાલ ભસ્મીભૂત થઈ જાય છે. - એ જીવાત્માનું ચૈતન્ય હણાઈ જાય છે. ગ્રંથકાર, રાગની ભયાનકતા સમજાવે છે. જડ-ચેતન પદાર્થો પર રાગ કરવાની ના પાડે છે. “રાગને “ઝેરી સર્પ” કહીને, એનાથી દૂર રહેવા પ્રેરણા આપે છે. મોક્ષમાર્ગની આરાધનામાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ જે “વિવેક' છે, એ વિવેકને રાગ નષ્ટ કરી દે છે. આ એક બહુ મોટું નુકસાન બતાવે છે. કારણ કે “વિવેક વિના ચૈતન્ય નહીં' - આ એક મોટું સત્ય ઉજાગર કરે છે. “વિવેક નહીં તો ચૈતન્ય નહીં' - આ સત્યને પ્રગટ કરીને ગ્રંથકાર “વિવેકને બચાવી રાખવાની તાકીદ કરે છે. તે માટે રાગ-સર્પથી દૂર રહેવા સાવધાન કરે એક વાત સદૈવ સ્મૃતિમાં રાખો : રાગ, હડકાયો કૂતરો છે. એ ભસતો નથી અને પાછળથી આવીને કરડે છે! રાગ, એવો ઝેરી સાપ છે કે જે ફૂંફાડા મારતો નથી... ગેલ કરતો-કરતો આવે છે ને ડંખ દે છે. માટે રાગથી દૂર રહો. રાગ ન કરો. આસક્તિ - મમતા અને વાસનાથી બચો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122