Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક ૩૧ दोषत्रयमयः सैषा संस्कारो विषमज्वरः । मेदूरीभूयते येन कषायक्वाथयोगतः ।।३०।। : અર્થ : તે આ સંસ્કાર (વાસના), ત્રિદોષમય વિષમ વરના જેવો છે. જે કષાયરૂપ ક્વાથ (ઉકાળો)ના યોગથી પુષ્ટ થાય છે. વિવેચન : એ જ “સંસારવાસના અને સંસ્કાર' કહીને, ગ્રંથકાર એને એક વિષમ વરની ઉપમા આપે છે. ત્રિદોષ એટલે વાત-પિત્ત અને કફના યોગથી થતો સંનિપાત! એ સંનિપાતથી ઉત્પન્ન થતો વિષમ જ્વર ઘણો ભયંકર હોય છે. સંસારવાસનાનો પણ વર ઘણો ભયંકર છે. મન-વચન-કાયા (ત્રિદોષ) ના યોગથી એ વર આમેય જીવલેણ બને છે, તેમાં વળી ચાર કપાયન ક્વાથ (ઉકાળો) લેવામાં આવે, તો પછી બાકી શું રહે? એ વર ભાવપ્રાણોને હરી લે છે. - પહેલી વાત તો, સંસારવાસનાઓ જ ખતરનાક છે. - તેમાં ત્રિદોષ ભળે એટલે ભયંકર સંનિપાત થાય. - એમાં વળી કપાયોનો ક્વાથ પીવામાં આવે, એટલે એ વાસનાઓનો વર પ્રાણોને, ભાવપ્રાણોને હરી લે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ શ્લોકનો અર્થ આ રીતે કરે છે – विषय ताप भववासना, त्रिविध दोष को जोर, प्रकटे याकी प्रबलता, क्वाथ-कमाइ घोर । મન-વચન-કાયાથી જો સંસારવાસનાઓને રમાડતા રહેશો તો ક્રોધ, માન, માયા અને લોભ પેદા થવાના જ! વાસનાઓની સાથે આ ચાર કષાયો ભળે છે એટલે જીવનો સર્વનાશ કરે છે. કાંઈ જ શુભ બચતું નથી. અસંખ્ય વિકારોથી જીવ ખદબદી ઊઠે છે.... પરિણામે એ તરફ નરક આદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે. એટલે, ભગવાસનાઓ સાથે કષાયોને જોડાવા ન દો. મન-વચન-કાયાથી એ વાસનાઓ સાથે રમો નહીં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122