________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बहिरंतर्वस्तुतत्त्वं प्रथयन्तमनश्वरम् । विवेकमेकं कलयेत्तार्तीयीकं विलोचनम् ।। २५ ।।
:અર્થઃ
બહારની અને અંદરની વસ્તુના તત્ત્વને જોનાર અને ક્યારેય નાશ નહીં પામનાર એવો વિવેક, ત્રીજું લોચન છે, એમ જાણવું.
વિવેચન :
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ‘સમતાશતક'માં કહે છે :
रागभुजंगम - विष हरन, धारो मंत्र विवेक, ભવ-વન-મૂલ એેવવું, વિત્તસે યાયી ટેજ ।।
સાયાતક
રાગ-વિષધરનું વિશ્વ ઉતારવા માટે ‘વિવેક’-મંત્રનો જાપ કરો!
-
· ભવ-વનના મૂળનો ઉચ્છેદ કરવા વિવેકની કુહાડી હાથમાં લો! આગળ વધીને તેઓ વિવેકને ત્રીજું નેત્ર કહીને, એ નેત્રથી અંતરના ભાવોને પ્રકાશિત કરવા માટે કહે છે. તે માટે કહે છે :
‘રો ધંધ સવ રિંદરી,
વિવેવ્ઝ અભ્યાસ
બીજાં બધાં કામ છોડીને, એક માત્ર વિવેકનો અભ્યાસ કરો. કારણ કે વિવેક અનશ્વર અવિનાશી ત્રીજું નેત્ર છે! આ વિવેક-નેત્રથી જ બાહ્ય અને આંતરિક વસ્તુતત્ત્વને જોઈ શકાય છે, વાસ્તવિકરૂપે જોઈ શકાય છે!
– ચર્મચક્ષુ તો માત્ર બહારની વસ્તુઓને જોઈ શકે છે, વિવેકચક્ષુ બહારનાં અને ભીત૨નાં વસ્તુતત્ત્વને જુએ છે.
- ચર્મચક્ષુ (આંખો) તો રોગથી નાશ પામી શકે છે, જ્યારે વિવેક-ચક્ષુ તો અનશ્વર છે! નાશ પામતાં નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે રાગદશાનો નાશ કરવા માટે મનુષ્ય વિવેકી બનવું જ પડે. વિવેકી મનુષ્ય જ રાગદશાને ટાળી શકે છે. માટે વિવેકને પ્રાપ્ત કરવો જોઈએ. પ્રાપ્ત કરેલા વિવેકને જાળવી રાખવો જોઈએ. વિવેકને બધાં તત્ત્વો કરતાં મૂલ્યવાન સમજવો જોઈએ. બધું ચાલ્યું જાય તો ભલે જાય, પરંતુ વિવેકને જવા દેવો ન જોઈએ.
For Private And Personal Use Only
આ રીતે ગ્રંથકાર, રાગનો નાશ કરવાનું કહીને; હવે દ્વેષનો નાશ કરવાનો ઉપદેશ આપે છે.