Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यः कश्चिन्न लयः साम्ये मनागाविर्भून्मम । तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥ ७ ॥ સામ્યશતક :અર્થ મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લયને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે.’ : વિવેચનઃ લય આત્મજ્ઞાનમાં તન્મયતા સમતામૃતના સાગરમાં સર્વાંગીણ સ્નાન! ઘણી-ઘણી ઇચ્છા આવું સ્નાન કરવાની છે, આત્મજ્ઞાનમાં તન્મય બનવાની છે. નિત્યાનંદની અનુભૂતિ કરવાની છે.... પરંતુ આજ સુધી, વર્તમાન ક્ષણ સુધી એ ઇચ્છા અધૂરી જ રહી છે. ક્યારે એ ઇચ્છા પૂર્ણ થશે.... ખબર નથી.... મન અકળાય છે.... હૃદય આન્દ કરે છે.... ત્યારે બુદ્ધિ, એ અનુભવગમ્ય લયને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.... અનુભવને શબ્દોમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય? ૦ ખાંડનો સ્વાદ, ૦ મધની મધુરતા, ૦ ભોગસુખની અનુભૂતિ.. જેમ વચનોમાં, શબ્દોમાં વર્ણવી શકાતી નથી, તેમ આ ‘લય’ને વચનોમાં વ્યક્ત કરી શકાતો નથી. છતાં બુદ્ધિ એવો પ્રયત્ન કરવા તત્પર બને છે! ગ્રંથકાર આચાર્યદેવ, આવા ‘સમતા૨સ'નું વર્ણન કરવા આ ‘સામ્યશતક’ ગ્રંથની રચના કરવા તત્પર બન્યા છે. આ કાર્ય ઘણું-ઘણું દુષ્કર છે. For Private And Personal Use Only છતાં, ગ્રંથકારે દુષ્કર કાર્યને ઘણું પાર પાડ્યું છે, એમ આ ગ્રંથનું અધ્યયન - અવગાહન કરતાં સમજાય છે, તેમણે અંતરાત્માને સમતામૃતના સાગરમાં ડૂબકીઓ મારવા ઉત્તેજિત તો જરૂર કર્યો છે!

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122