________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની સાથે સાથે તમે તમારા મનને ઔષધ અને ખોરાક આપો. એ ઔષધ ને ખોરાક છે ઈષ્ટ-પરમાત્માનું સ્મરણ અને ચિંતન. તમારા શ્રદ્ધેય તીર્થંકર પરમાત્માનું ખૂબ સ્મરણ કરતા રહો અને એમની કૃપાને પાત્ર બનતા રહો.
મુનિવર, એક અગત્યની વાત કરું, તમારી સાથે રહેનારાં-જીવનારાં મુનિવરોની ભૂલોને માફ કરતા રહો. એમને ક્ષમા આપતા રહો. એમની સાથે સ્નેહભર્યું સાહચર્ય સ્થાપિત કરો, એમના જીવનમાં રસ લેવાનું શરૂ કરો.
તમારા પ્રત્યે આંતર પ્રીતિ છે; માટે આ પત્ર લખ્યો છે. ખાસ તો આ ‘શામ્યશતક’ વાંચી જવા - વિચારી જવા તમને લખવું જ હતું, ત્યાં તમારો પત્ર આવ્યો! એટલે વિસ્તૃત પત્ર લખાઈ ગયો!
તમે મારા સ્વાસ્થ્યની ચિંતા કરો છો, એ સ્વાભાવિક છે. ચિંતાજનક સ્વાસ્થ્ય નથી. ખૂબ સ્વસ્થતા ને પ્રસન્નતા છે. આ અંગે તમને અવસરે પત્ર લખીશ, મારા યોગ્ય સેવાકાર્ય લખજો.
જલદી સ્વસ્થ બનો, એ જ કામના.
For Private And Personal Use Only
(તસૂરિ