________________
પ્રરૂપણ કરવામાં આવી છે તે શાસ્ત્રાનુસારી છે. અને ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરિ મહારાજે સંમતી આપેલી છે. આ બાબત મૂલ ગ્રન્થના છેલ્લા ભાગ ઉપર મૂલ ગ્રન્થકારનો ઉલ્લેખ જેવાથી સ્પષ્ટતયા માલુમ પડશે. શ્રી ધર્મસાગરજીએ જે વિષયમાં ભિન્ન પ્રરૂપણું નથી કરી તે વિષયમાં પણ તેમને તપગચ્છ મહેલના સ્તંભ સમાન માનનાર તેમના અનુયાયી આજે ભિન્ન પ્રરૂપણું કરે છે એ વર્તમાન જમાનાની એક નવાઈ છે. આ અનુવાદ રચવાને આશય તે એ છે કે શાસ્ત્રવિરૂદ્ધ કેઈપણ વસ્તુ તરફ દરવાઈ જતા પહેલાં તેઓ અને બીજાઓ પણ શાસ્ત્ર રહસ્ય કે જે ઉ. શ્રી ધર્મસાગરજી જેવાને પણ માન્ય હતું તે બરાબર સમજી લે.
આ પુસ્તકમાં એકંદર ૧૨૨ ટિપણે છે. અને ૨૦૭ વિષય છે. મૂળ ગ્રન્થનાં પ્રમાણે ઉપરાંત બીજી અનેક પ્રમાણે લેવામાં આવ્યાં છે તે દરેકની સૂચિ આ સાથે આપવામાં આવેલી છે. જે વાંચવાથી વાંચકો વિશેષ માહિત થશે.
પૂર્વ મહાપુરૂષના અભિપ્રાયને યથાસ્થિત સ્પષ્ટ કરવા સિવાય અમેએ આ પુસ્તકમાં નવિન કાંઈકરેલું નથી, તિથિ આરાધન એ એક શાસને વિષય છે. એમાં આપણી મતિ કલ્પના ચાલી શકે નહિ. અને તેથી જ આ પુસ્તકમાં શાસ્ત્રના પ્રમાણ પૂર્વક શાસ્ત્રકારોએ જે કહેલું હોય તેજ કહેવામાં આવ્યું છે. જે કહેવામાં એક શાસ્ત્રવચનાનુરાગી મધ્યસ્થ અનુવાદક તરીકેની મહેં માત્ર ફરજ જ બજાવેલી છે. ગુણીજને તે એને જે ગુણ આપશે તે એ મહાપુરૂષને જ લેખે જશે.