________________
મુક્તાવલી : હવે જ્યાં નાસ્તિક ગ્રન્થોમાં સમાપ્તિ હોવા છતાં મંગલ દેખાતું નથી ત્યાં જન્માંતરીય મંગલની કલ્પના કરી લેવી જોઈએ. અને કાદંબરીમાં મંગલ છતાં સમાપ્તિ ન થઈ તેનું કારણ બલવત્તર વિઘ્ન અથવા ઘણાં વિઘ્નના નાશને કરનારું બળવાન મંગલ જ ન હતું તેમ કહેવું જોઈએ.
मुक्तावली : विघ्नध्वंसस्तु मङ्गलस्य द्वारमित्याहुः प्राञ्चः ।
મુક્તાવલી : સમાપ્તિ પ્રત્યે મંગલ કારણ છે પણ વિઘ્નધ્વંસ દ્વારા. જ્યારે આ રીતે મંગલ-સમાપ્તિનો કાર્યકારણભાવ નિશ્ચિત થયો ત્યારે નાસ્તિકાત્માની ગ્રન્થસમાપ્તિ પ્રત્યે પણ મંગલની કારણતા સાધવી રહી. એટલે પ્રસ્તુત જન્મમાં મંગલ કર્યું નથી માટે જન્માન્તરીય મંગલની કલ્પના કરવી રહી આ પ્રમાણે પ્રાચીનો કહે છે.
જો સાધારણ મંગલ ભયાનક વિઘ્નોનો નાશ ન કરે તો પ્રતિબંધક વિઘ્નોની હાજરીમાં મંગલ હોવા છતાં સમાપ્તિ ન થાય તે સહજ છે. દંડ એ ઘટ પ્રત્યે કારણ છે. તે હાજર હોય તો પણ વચ્ચે કોઈ પ્રતિબંધક આવે તો ઘટ ન જ થાય. તેથી કંઈ ઘટ પ્રત્યે દંડ કારણ નથી એમ ન કહેવાય. આમ મંગલ વિઘ્નધ્વંસ દ્વારા સમાપ્તિ-કાર્ય કરે છે એમ પ્રાચીન નૈયાયિકો કહે છે.
ટિપ્પણ : મુક્તાવલીકાર એમ કહે છે કે આ પ્રમાણે પ્રાચીન નૈયાયિકો માને છે. તેનો અર્થ એ થયો કે મુક્તાવલીકારને પોતાને પ્રાચીનોનો આ મત ઇષ્ટ નથી. એટલે જ તેમણે કહ્યું કે,‘તેઓ આમ કહે છે.' આમ પ્રાર્શ્વ: આહુઃ પદથી તેમણે આ વાતમાં પોતાનો અસ્વરસ-અસંમતિ સૂચિત કરેલ છે. મુક્તાવલીકાર તો નવ્ય નૈયાયિક છે એટલે અહીં તેઓ પોતાનો અસ્વરસ સૂચવી જાય તે સહજ છે.
આ વાતમાં તેમની અરુચિ એ છે કે જો મંગલ વિઘ્નધ્વંસ કરવા દ્વારા સમાપ્તિકાર્ય કરતું હોય તો પછી મંગલના સાક્ષાત્ ફળ વિઘ્નધ્વંસને ન લેતાં પારંપરિક ફળરૂપ સમાપ્તિ સાથે મંગલનો કાર્યકારણભાવ શા માટે લેવો જોઈએ ? મંગલ તો વિધ્નધ્વંસ કરવામાં જ પોતાનું બળ (કાર્ય) પૂરું કરે છે. પછી તેનાથી જ સમાપ્તિ શા માટે કહેવી જોઈએ?
આની સામે પ્રાચીનોનો ઉત્તર એ છે કે મંગલ એ વ્યાપારી (વ્યાપારવાળું) અને વિઘ્નધ્વંસ એ વ્યાપાર છે. વ્યાપારથી વ્યાપારીની કંઈ અન્યથાસિદ્ધિ ન થઈ જાય. જો તેમ થાય તો તો દંડ પણ ઘટનું કારણ ન બનતાં ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ થઈ જાય, કેમકે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧
(૧૫)