________________
ટિપ્પણ : આની સામે નૈયાયિકો અનુમાન કરે છે કે : મડ઼ાં સનમ્ અવિળીતશિણારવિષયત્વાત્ । હવે અહીં ‘અવિગીતશિષ્ટાચારવિષયત્વ' હેતુનું પદકૃત્ય કરીએ. હેતુમાં એકપણ પદ નિરર્થક ન જ હોવું જોઈએ.
હેતુમાં સાધ્યની વ્યાપ્તિ રહે છે. એટલે કે યજ્ઞ યંત્ર હેતુ: તંત્ર તત્ર સાધ્યમ્ – એવી પ્રતીતિ સર્વત્ર થાય તો જ સાધ્યની વ્યાપ્તિ હેતુમાં રહી કહેવાય. હવે મડ઼ાં સાં વિષયાત્ એટલું જ કહીશું તો ચાલશે ? ના, કેમકે અહીં હેતુ-સાધ્યની વ્યાપ્તિ નહિ મળે. યંત્ર યંત્ર વિષયત્વે તંત્ર તત્ર સત્વ એવું બનતું નથી.
જ્યારે આપણને સુખનું જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનનો વિષય સુખ બન્યું, સુખમાં વિષયત્વ રહ્યું પણ ત્યાં સફલત્વ રહેતું નથી, કેમકે સુખ તો ફળ છે. હા, એનું જો કોઈ બીજું ફળ હોત તો તે ફળવાળું સફળ સુખ કહેવાત. દા.ત. મોક્ષ ફળ કહેવાય પણ સફળ નહિ, કેમકે મોક્ષનું વળી કોઈ ફળ નથી. પણ રત્નત્રયી સફળ કહેવાય, કેમકે રત્નત્રયીનું ફળ મોક્ષ છે.
આમ સુખમાં વિષયત્વ છતાં સફલત્વ ન રહ્યું એટલે યત્ર વિષયત્વે તંત્ર મળતત્વ ન બનવાથી કેવળ વિષયત્વ સતુ ન બન્યો પણ વ્યભિચારી બન્યો. તો હવે આચારવિષયત્વ લઈએ એટલે મફ઼ાં સતમ્ આચારવિષયાત્ એવું અનુમાન થયું. અહીં પણ વ્યાપ્તિ નથી થતી. આવા = પ્રયત્ન. જે જે પ્રયત્નનો વિષય બને તે સફળ હોય ? ના, કેમ ? પશુ જલમાં પોતાનું પૂછડું પછાડે છે. એ પુચ્છતાડન એના પ્રયત્ન=આચારનો વિષય છે, કેમકે પુચ્છતાડનનો પ્રયત્ન=પુચ્છતાડનવિષયકપ્રયત્ન. આમ પ્રયત્નનું વિષયત્વ પુચ્છતાડનમાં રહ્યું પણ આ ચેષ્ટાનું કોઈ ફળ નથી, માટે તે કુંતાડનમાં સફળત્વ નથી. આ રીતે અહીં પણ વ્યભિચાર દોષ આવ્યો. એને દૂર કરવા આપણે કહીશું કે જેનો પ્રયત્ન હોય તે વ્યક્તિ શિષ્ટ જોઈએ. પશુ શિષ્ટ નથી માટે તેનું દૃષ્ટાંત ન લેવાય.
એટલે હવે શિષ્ટાચારવિષયત્વ હેતુ થયો. મનું મન શિવાવિષયત્વાત્ । જ્યાં જ્યાં શિષ્ટાચારવિષયતા હોય ત્યાં ત્યાં સફલત્વ હોય. આ વ્યાપ્તિ પણ બરાબર નથી. શિષ્ટ એટલે વેવપ્રમાળા મ્યુપનન્તા, અર્થાત્ જે પુરુષ વેદને પ્રમાણ માને તે શિષ્ટ. હવે એવા કોઈ શિષ્ટ પુરુષે ભ્રમથી અમાવાસ્યાએ કરવાનો યજ્ઞ પૂર્ણિમાએ કરી દીધો. શું આ યજ્ઞ સફળ બને ? નહિ જ. એટલે એ યજ્ઞ શિષ્ટાચારવિષય તો બન્યો પણ તેમાં સફળતા ન આવી. આમ હેતુ વ્યભિચારી બન્યો.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૩)