Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ એનો ખ્યાલ ખૂબ જ સ્પષ્ટ રીતે અપાયો છે. આઠમા શ્લોમાં ત્રિદંડિકોના મતનું નિરાકરણ કર્યું છે. પરમાત્મામાં જીવાત્માના લયને તેઓ મુક્તિ માને છે. લિન(સુખ-દુઃખના સાધન કર્યાદિ)ના નાશ સ્વરૂપ એ લયને મુક્તિ માનવામાં દોષ નથી. એ રીતે એ મતનું આંશિક સમર્થન કરીને જીવના નાશ સ્વરૂપ લયનું નિરાકરણ પણ ક્યું છે. આલયવિજ્ઞાનની પરંપરા સ્વરૂપ મોક્ષને માનનારા બૌદ્ધોના મતનું નિરાકરણ નવમા શ્લોકથી કરવામાં આવ્યું છે. આધારભૂત આત્મદ્રવ્ય વિના એ સન્નતિ માનવાનું કામ બુદ્ધિ વિનાનું છે-એ અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. પોતાની વાતનું સમર્થન કરવા પૂર્વાપર ક્ષણના સંબંધી આધારભૂત દ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો જૈનદર્શનપ્રસિદ્ધ પર્યાયાર્થિક નયની દેશનાનો જ વિજય થાય છે. બૌદ્ધોના મતમાં એ રીતે ભારે કદર્થના છે. સ્વાતંત્ર્યને કેટલાક લોકો મોક્ષ માને છે. તેમની વાત એ રીતે સાચી છે કે કર્મની નિવૃત્તિ થવાથી આત્મા સર્વથા સ્વતંત્ર બને છે પરંતુ એ સિદ્ધાંત જૈનદર્શનનો જ છે. તેથી સ્વાતંત્ર્ય જો પ્રભુતાસ્વરૂપ માનવામાં આવે તો તે એક પ્રકારનો મદ છે. વગેરે અગિયારમા શ્લોથી જણાવ્યું છે. સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષના સ્વરૂપાવસ્થાન સ્વરૂપ મુકિતનું નિરાકરણ બારમા શ્લોકથી કરાયું છે. એકાંતે નિત્ય એવી એ પુરુષની અવસ્થા કોઈ પણ રીતે સાધ્યસ્વરૂપ થતી ન હોવાથી મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહીં

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66