Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 4
________________ પરિશીલનની પૂર્વે. આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલીપરમાત્માઓ ક્વલાહાર કરે તો પણ તેઓશ્રીના કૃતાર્થપણામાં કોઈ પણ બાધ નથી-એ જણાવ્યું છે. એ તાર્થતા આંશિક હતી. માત્ર ઘાતિર્મોનો ક્ષયથી પ્રાપ્ત થયેલી એ અવસ્થા અંતે તો અપૂર્ણ જ હતી. સર્વધા કૃતાર્થતા અઘાતિકના ક્ષયથી મોક્ષમાં પ્રાપ્ત થાય છે. તેથી આ એકત્રીસમી બત્રીશીમાં મોક્ષનું સ્વરૂપ વર્ણવાય છે. મોક્ષને માનનારાં આસ્તિક દર્શનો પણ મોક્ષના સ્વરૂપમાં જુદી જુદી માન્યતા ધરાવે છે. એ બધી માન્યતાઓનું નિરાકરણ કરીને વાસ્તવિક મોક્ષના સ્વરૂપનું નિરૂપણ અહીં કરાયું છે. દાર્શનિક પરિભાષાથી અપરિચિત લોકોને આ બત્રીશીમાં વર્ણવેલા પદાર્થોને સમજાવવાનું કાર્ય બહુ જ કપરું છે. ગ્રંથમાં છેલ્લે છેલ્લે થોડી ગહન દાર્શનિક શૈલીને સમજવાનો પ્રસંગ આવ્યો છે. આમ છતાં થોડો વધારે પ્રયત્ન કરી લેવાય તો સમજી ના શકાય એવી વાત નથી. સૌથી પ્રથમ તૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે. આત્યન્તિક દુ:ખધ્વંસને તેઓ મુક્તિ માને છે. જે દુ:ખધ્વંસ પછી દુ:ખની ઉત્પત્તિ થવાની નથી, એવા દુઃખધ્વસને મુક્તિ માનનારા તૈયાયિકોએ મહાપ્રલયકાળને અનુમાન પ્રમાણથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધથી એ અનુમાનમાં દોષો જણાવ્યા છે. સમર્થ તાર્કિક તરીકે સુપ્રસિદ્ધ વિદ્વાનોના તર્કમાં તથ્ય નથી :Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66