Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 5
________________ ભૂલો પ્રત્યે આંખો બંધ રાખો મિત્રતાના દરવાજા ખુલી જશે દરવાજા પર લાગેલું તાળું ખુલે છે ત્યારે જ દરવાજો ખુલે છે ને ? પરંતુ મિત્રતાના દરવાજા જો આપણે ખોલી દેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ રસ્તો આ છે, અન્યની ભૂલો પ્રત્યે આંખો બંધ રાખો. એ જેટલા પ્રમાણમાં ખુલ્લી રહે છે, મિત્રતાના દરવાજા એટલા બંધ રહે છે. મનની એક વિચિત્રતા આંખ સામે રાખજો. અન્યમાં જે દોષ એ જુએ છે એ જ દોષ જો પોતાનામાં હોવાનું પણ એને ખ્યાલમાં આવે છે, એ તુર્ત જ જાત સાથે એનું સમાધાન કરી લે છે. સાવધાન ! પરોપકારનો સંબંધ પુણ્ય સાથે નહીં, કરુણા સાથે પરોપકારનો સંબંધ પુણ્ય સાથે એટલો નથી જેટલો કરુણા સાથે છે, આ સત્ય આપણે સતત આંખ સામે એટલા માટે રાખવાનું છે કે આપણા જીવનના પાયા જ કરણા છે . 'सर्व जीवरून ह परिणामः સ । ધુ ર યમ્ ' આનો અર્થ ? પુણ્યમાં પરોપકારની ભજના છે પરંતુ કરુણા અને પરોપકાર તો અવિનાભાવી છે. ગણિત સ્પષ્ટ છે. આપણા જીવનમાં સતત પરોપકાર ચાલુ હોય તો જ આપણે સાચા અર્થમાં સંયમી અને સ્વાર્થપ્રધાન આપણી જીવનશૈલી હોય તો આપણે વેશથી સંયમી ! lo

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50