Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ પ્રકાશ હાજર, પવન ગેરહાજર ! પવન અને પ્રકાશ બંને હાજર... | કલ્પના કરો એવા મકાનની કે જે મકાનમાં પ્રકાશ તો હાજર હોય પણ પવન ગેરહાજર હોય ! એવા મકાનમાં ઠંડકની ગેરહાજરીમાં માણસ બફાઈ જ જાયને? જીવનમાં સમ્યક જ્ઞાનનો પ્રકાશ ભલે ને હાજર છે પણ ઉપશમભાવનો પવન જો ગેરહાજર છે તો એ જીવન અધ્યાત્મજગતમાં એવું : ગૌરવપ્રદ નથી જ બનતું. આ ક્ષાયિક સમકિતના ધણી મહારાજા શ્રેણિક પાસે સમ્યફજ્ઞાનનો પ્રકાશ તો હાજર હતો જ ને ? પણ ઉપશમભાવના પવનની ગેરહાજરીએ એમના આત્માની કેવી કફોડી પ્રકાશ જ્યાં ભરપૂર હોય અને પવનની જ્યાં ભરપૂર અવરજવર હોય એ મકાન કોની પ્રશંસાનો વિષય નથી બનતું એ પ્રશ્ન છે. સમ્યકજ્ઞાનના પ્રકાશથી ઝળહળતું અને ઉપશમભાવના પવનની ઠંડક પ્રસરાવતું અધ્યાત્મજીવન એ જ સાચા અર્થમાં વંદનીય, પ્રશંસનીય અને અનુકરણીય બનતું હોય એ સહુને સમજાય તેવી વાત છે. આંખ સામે લાવો મહામુનિ ગજસુકુમાળને. મસ્તક પર ખેરના અંગારા અને એ જાલિમ વેદના વચ્ચે ય પ્રકાશ અને પવનના સહારે કે વળ શાનની પ્રાપ્તિ ! કમાલ ! કમાલ!

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50