________________
અન્યને દુઃખ મળ્યાનું દુઃખ અનુભવતો રહે એ મુનિ
અહંકારીની ચરબી મગજમાં
મુનિની એક વ્યાખ્યા આ પણ કરી શકાય કે “અન્યને દુ:ખ મળ્યાનું દુઃખ સતત અનુભવતો
રહે એ મુનિ
- તાર્કિક શિરોમણી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજે તો ત્યાં સુધી લખી દીધું છે કે ‘સામી વ્યક્તિના દુ:ખનું પ્રતિબિંબ જો તમારા અંતઃકરણમાં નથી પડતું તો તમે આપ્ત જ નથી.' જો સંસારના આરંભ-સમારંભમાં બેઠેલ એક સંસારી આત્મા
પાસે પણ આવું સંવેદનાસભર " અંતઃકરણ હોવું જોઈએ તો પછી આપણા માટે તો વાત જ શી કરવાની ? સમ્યક્દર્શનનું ચોથું
પહેલવાનની ચરબી તો એના શરીરમાં હોય છે; પરંતુ અહંકારીની ચરબી તો એના મગજમાં હોય છે.' ક્યાંક વાંચવામાં આવેલ આ વાક્યના સંદર્ભમાં વિચારવું હોય તો વિચારી શકાય કે શરીરની ચરબી વધુમાં વધુ મોત જ આપે છે પરંતુ અહંકારની ચરબી તો આત્માનેદુર્ગતિમાં ધકેલી દે છે.
જવાબ આપો.
આપણે વધુ સાવધ કઈ બાબતમાં ? શરીરમાં ચરબી જમા ન થઈ જાય એમાં ? કે પછી મગજમાં ચરબી જમા ન થઈ જાય એમાં? આપણે વધુ વ્યથા શેની અનુભવીએ ? શરીરમાં ચરબીના થર જામી ગયાની ? કે મગજમાં અહંકારની ચરબી જામી ગયાની? અહંકારની ચરબીને નામશેષ કરી નાખવા માટે જ મળેલા આ સંયમજીવનમાં એ ચરબીને વધારવાની
ભૂલ આપણે ક્યારેય ન કરીએ !