Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ ગમે છે “ખંડ’ લાવવું પડે છે “અખંડ’ સુખ આપ્યાનું સુખ અનુભવે એ મુનિ હું પુષ્પના રંગને જ્યારે સ્વીકારું છું કે ત્યારે એના આકાર પર પણ મારી પસંદગી થઈ જ જાય છે. આ વાસ્તવિકતા આપણે જીવોની બાબતમાં સમજી રાખવાની છે. જે પણ વ્યક્તિના જે પણ ગુણના કારણે એ વ્યક્તિને આપણે સ્વીકારી હોય, એ વ્યક્તિમાં રહેલ દોષોને પણ આપણે નભાવી જ લેવા પડતા હોય મુનિની આમ તો ઘણી વ્યાખ્યા છે પરંતુ એક અલગ સંદર્ભમાં મુનિની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે “સુખ આપ્યાનું સુખજે અનુભવતો રહે એ મુનિ' જે આમેય જગતના જીવમાત્ર પ્રત્યેના સ્નેહનું ઝરણું આપણાં અંતરમાં સતત વહેતું જ હોય છે ને ? અને સામાના સુખમાં સુખનો અનુભવ કરતા રહેવું એ જ તો સ્નેહનું કાર્ય છે ને? જવાબ આપો. આ વ્યાખ્યામાં આપણું અંતઃકરણ ગોઠવાય છે ખરું? પ્રભુ ભલે પરાર્થ વ્યસની હતા. આપણે સુખપ્રદાન વ્યસની ખરા? સ્નેહના કારણે મા પોતાના બાળકને સુખ આપ્યા વિના જો રહી જ નથી શકતી તો આપણે તો જગતના જીવમાત્રની “મા” છીએ. આપણી મનઃસ્થિતિ આ જ ને? ટૂંકમાં, અહીં પસંદ તમને ભલે “ખંડ' જ હોય છે. ‘અખંડ' ને તમારે અપનાવવું જ પડે છે." દુર્ભાવનાં મૂળમાં છે શું ? અખંડમાંના કેટલાક ખંડનો જ સ્વીકાર. ના. તમે પથ્થરના ગમતા ભાગને સ્વીકારી લઈને અણગમતા ભાગને દૂર રાખી શકશો પણ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50